X Close
X
9925128845

પોરબંદરના બરડાપંથકમાં ત્રણ ડઝનથી વધુ જગ્યાએ ગંભીર બન્યા વિજપ્રશ્નો


Jangaon:

પોરબંદરના બરડાપંથકના સવા ડઝનથી વધુ ગામડાઓમાં ત્રણ ડઝનથી વધુ જગ્યાએ વિજપ્રશ્નો ગંભીર બન્યા હોવાથી મુખ્યમંત્રીના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના વિપક્ષી નેતાએ રજુઆત કરી છે.

પોરબંદર તાલુકા પંચાયતના વિપક્ષી નેતા રામદેવભાઈ મોઢવાડીયાએ જણાવ્યું છે કે પોરબંદર તાલુકાના બરડા વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો વાડી વિસ્તારમાં વસવાટ કરતા હોય તેમજ ખેતી વિષયક વિજજોડાણો વાડી વિસ્તારમાં આવેલા હોય, બરડા પંથકના જુદા–જુદા ગામોમાં અનેક વિજ સમસ્યાઓ લાંબા સમયથી પડતર હોય, આ અંગે વખતોવખત રજુઆતો કરી છે અને અનેક પ્રશ્નો હલ કરવામાં સફળતા પણ મળી છે તેમ છતાં હજુ પણ કેટલાય ગામોમાં પી.જી.વી.સી.એલ. ને લગતા જુદા–જુદા ગામોમાં જુદા–જુદા પ્રશ્નોનું નિરાકરણ કરવું જરૂરી હોય, આ પ્રશ્નો તાત્કાલીક ધોરણે ઉકેલવા જરૂરી કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન દાખલ કરીને આ પ્રશ્નો હલ કરવા માટે માંગણી કરી છે.

ખિી ગામનો વિજપ્રશ્ન
મુખ્યમંત્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં વિજ સમસ્યાઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે જેમાં ખિી ગામના વાછોડા ફીડરના મેઈન લાઈનના વાયરો બદલવા, બાલુ શામળા ગૃપના વાયરો બદલવા, વેજા જીવા ઉંડવાવવાળું જુનુ અને નવું ગૃપના વાયરો બદલવા તેમજ મુરૂ આંગણવાળા ગૃપના અડધા વાયરો બદલવાના બાકી છે તે તાત્કાલીક બદલવા રજુઆત કરી છે.

બાવળવાવનો પ્રશ્ન
બાવળવાવ ગામે ભગવાનવાળા ગૃપના વાયરો બદલવા, કાના દેવાવાળા ગૃપના વાયરો બદલવા, વસ્તા નેભાવાળા ગૃપના વાયરો બદલવા અને સીંગલ ટીસી બાકી છે તે કામ પૂર્ણ કરવું.

બખરલા તથા વિંઝરાણાનો પ્રશ્ન
બખરલા ગામના ચામુંડા ફીડરમાં વાયરો બદલવા તેમજ વિંઝરાણા ગામના ખારવા ફીડરમાં રામા માલદેવાળા ગૃપમાં વાયરો બદલવા અને સબસ્ટેશનનો દરવાજો નથી તે રીપેર કરવો, તેમજ ખારવા ફીડરમાં વેજા ગીગાવાળું ગૃપમાં વાયરો બદલવા અને જંગલ કટીંગ કરવું.

ગોઢાણાનો પ્રશ્ન
ગોઢાણા ગામે એગ્રીકલ્ચર ફીડરમાં વાયરો બદલવા, હોલડી નેશના ઘેલા જેઠાવાળા ગૃપના વાયરો બદલવા તેમજ ગોઢાણાની આઠ વાડીઓ તથા નેશના કનેકશન ખારવા ફીડરમાં જોડેલ છે તેને ફરીથી વાછોડા ફીડરમાં જોડવા માંગ કરી છે.

બોખીરા અને સીમાણીનો પ્રશ્ન
નંદેશ્ર્વર–૨ ગૃપમાં વાયરો બદલવા તેમજ સીમાણી ગામે દેગામ ફીડરના રાજશીવાળા ગૃપમાં વાયરો સડી ગયેલ છે તે બદલવા અને સાથે યુ કલેમ્પ અને અેંગલ બદલવા.

ભારવાડા અને રીણાવાડાનો પ્રશ્ન
ભારવાડા ગામે એ.જી. ફીડરમાં લાખણશી કેશવવાળા ગૃપમાં વાયર, યુ કલેમ્પ અને એન્ગલો બદલવા તેમજ આ ફીડરમાં ભાંગલા થાંભલા તથા વાયરો બદલવા રજુઆત કરી છે, યારે રીણાવાડા ગામના રામદે ભગત વાળા ગૃપમાં જર્જરીત વાયરો બદલવા માંગ કરી છે.

ફટાણા ગામનો પ્રશ્ન
સોઢાણા ફીડરમાં દેવાજી મુરૂજીવાળા ગૃપના વાયરો ખૂબ જ જર્જરીત હાલતમાં છે, થાંભલા નમી ગયા છે અને એન્ગલ સડી ગયેલ છે તે બદલવા, યોતિગ્રામ મોખરા ફળીમાં આખી શેરીમાં લટકતા કેબલમાંથી કનેકશન આપેલ છે. અકસ્માત થવાનો સંભવ હોય પોલ તાત્કાલીક નાખવા. આ ઉપરાંત પ્રતાપ વેજા ઓડેદરા, લાખાજી ગીગાજી, વિક્રમજી ગીગાજી, પરબતજી માંડણજી, નાગાજી પોલાજીના એ.જી. કનેકશનમાં એલ.ટી. વાયરો ઝૂકી ગયેલ છે જમીનથી માત્ર પાંચ ફટ જ ઉંચા છે, જુગલ કટીંગ કરાવવું જરૂરી છે તે તાત્કાલીક કરાવવા રજુઆત છે તેમજ મજીવાણા જેજીવાય, ફટાણા જેજીવાય, ફટાણા એજીવાય, શીશલી એજીવાય ક્રોસીંગની જગ્યાએ અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખેલ છે. પરંતુ કનેકશન કરેલ ન હોવાથી ફોલ્ટ વખતે બધી લાઈનો બધં થાય છે તેથી કેબલ કનેકશન તાત્કાલીક કરવા માંગ છે.

અડવાણા અને ઈશ્ર્વરીયા ગામનો પ્રશ્ન
અડવાણા ગામે ધ્રોકળ ફીડર ૧૧ કેવી અને એલ.ટી. ના વાયરો જર્જરીત છે તે બદલવા અને જંગલ કટીંગ કરવું, થાંભલાઓ નમી ગયેલ છે તેમજ એન્ગલ સડી ગયેલ છે તે બદલવા રજુઆત કરી છે, યારે ઈશ્ર્વરીયા ગામે સીમર ફીડરમાં જેઠા હીરાવાળા ગૃપમાં લો વોલ્ટેજ આવે છે તેમજ યુનુસ ઈશાક (સીમર ફીડર) નું ટી.સી. ની પોઝીશન સરખી કરવા માંગ કરી છે.

સીમરનો પ્રશ્ન
સીમર ગામના ફીડરમાં દેવશી નથુ ગૃપ એન્ગલ સડી ગયેલ છે જેથી લો વોલ્ટેજ આવે છે. કેશુ ખીમાની વાડીએ સીમર ૧૧ કે.વી. લાઈનની નીચે એલ.ટી. ની લાઈન પસાર થાય છે તે વ્યવસ્થિત કરવું. યોતિગ્રામ થાંભલો પરબત અરશી સોલંકીના ઘર પાસે નમી ગયેલ છે તે સીધો કરવો. ગામની અંદર આવેલ રામદેપીરના દુવારામાં યોતિગ્રામ યોજનામાંથી કનેકશન આપવું, મેઘા જેરામ પીપરોતર વાડી વિસ્તારમાં ઘર કનેકશન આપવા માંગ કરી છે.
કેશવ ગામનો પ્રશ્ન
કેશવ ગામે રાતડી એ.જી. ફીડરમાં તુગડી વિસ્તારમાં લખમણ એભાવાળા ગૃપમાં વાયરો અને એન્ગલો બદલવા, યુ કલેમ્પ બદલવા તે જ રીતે લીરબાઈ ફીડરમાં ઘંટીવારા ગૃપમાં વાયરો બદલવા, થાંભલા સડી ગયેલ છે અને ગૃપ સબ સ્ટેશન પણ નમી ગયું છે જે અંગે યોગ્ય કરવા તેમજ વણકરવાસમાં થાંભલા બદલવા રજુઆત કરી છે.

આંબારામાનો પ્રશ્ન
ચુંડાવદર ફીડરમાં મોમાઈ ફીડરમાં વાયરો બદલવા, ભુરા હાજાવાળા ગૃપમાં એન્ગલો અને વાયરો બદલવા, ચુંડાવદરા ફીડરમાં ભીમા હાજાવાળા ગૃપમાં વાયરો બદલવા અને કમીઆઈ ફીડરમાં મેરામણ સવદાસની વાડી પછી વાયરો બદલવા અને થાંભલા સીધા કરી વિજપ્રશ્ન ઉકેલવા માંગ કરવામાં આવી છે.

હાથીયાણીનો વિજપ્રશ્ન
હાથીયાણી ગામે અરશી ફોરા મોઢવાડીયાનું એ.જી. કનેકશન મંજુર થયેલ છે જે તાત્કાલીક આપવું તેમજ મેરામણ દુદામાંથી જુદું પડેલ ખીમભાઈ વાળા ગૃપમાં વાયરો, એન્ગલો તથા યુ કલેમ્પ બદલવા માંગ કરી છે.

Aajkaal