X Close
X
9925128845

પોરબંદરથી સીદસર સુધીની પદયાત્રાનું ગુરુવારે વહેલી સવારે થશે પ્રસ્થાન


Jangaon:

પોરબંદરથી સીદસર સુધીની પદયાત્રાનું ગુરુવારે વહેલી સવારે પ્રસ્થાન થશે, કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિર સુધીની 75 કિ.મી. ની પદયાત્રામાં 125 ભાઈ-બહેનો, બાળકો જોડાશે.

જામજોધપુર નજીક સીદસર ગામે કડવા પાટીદાર સમાજના કુળદેવી શ્રી ઉમિયામાતાજીનું ભવ્ય અને દિવ્ય મંદિર આવેલું છે. ત્યાં માતાજીના 121 મા પ્રાગટé દિવસની ભવ્ય ઉજવણી થવાની છે ત્યારે પોરબંદરથી સતત 16 મી વખત કડવા પાટીદાર સમાજના 125 જેટલા ભાઈઆે, બહેનો અને બાળકો પોરબંદરથી સીદસર સુધીની પદયાત્રામાં જોડાશે. તા. 12/9 ને ગુરુવારે સવારે પાંચ વાગ્યે એરપોર્ટ નજીક આવેલા બીલનાથ મહાદેવ મંદિર પાસેથી પદયાત્રાનું પ્રસ્થાન થશે અને રાત્રે તેઆે સત્તાપર ખાતે રોકાશે. તા. 13 ના સવારે ત્યાંથી પ્રસ્થાન થશે અને જામજોધપુર પહાેંચશે. તા. 14 ની વહેલી સવારે ભાદરવી પુનમ નિમીતે તેમજ માતાજીના 121 મા પ્રાગટé દિવસની ઉજવણીની મહાઆરતીમાં પદયાત્રીઆે પહાેંચી જશે. નિવૃત મામલતદાર તથા પોરબંદર કડવા પાટીદાર સમાજના પ્રમુખ મનસુખભાઈ દલસાણીયાની આગેવાનીમાં તથા હસુભાઈ ધરસંડીયાની સ્પોન્સરશીપ હેઠળ યોજાનાર આ 75 કિલોમીટરની પદયાત્રાનું સતત 16 મી વખત આયોજન કરવામાં આવ્યું છે. ઉમિયા માતાજી પ્રત્યે અતૂટ આસ્થા અને શ્રદ્ધા ધરાવતા કડવા પાટીદાર સમાજના ભાઈઆે, બહેનો અને બાળકો માતાજીના દર્શનાથર્ે ઉમટી પડશે. જેમાં નિવૃત ફિશરીઝ કમિશનર ડો. પી.સી. મંી, એલ.સી.બી. ના નિવૃત ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર નાનાલાલભાઈ પટેલ, નિવૃત એલ.આઈ.સી. આેફિસર કાંતિભાઈ મેઘપરા, પોરબંદર પાટીદાર સમાજના આગેવાન તથા સીદસર મંદિરના ટ્રસ્ટી રસિકભાઈ ફળદુ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને સમાજના ભાઈ-બહેનો જોડાશે અને 14 મી તારીખે ભાદરવી પૂનમે યોજાનારી દિવ્ય આરતીમાં ભાગ લેશે તેમ પદયાત્રા સમિતિ દ્વારા જણાવાયું છે.

Aajkaal