X Close
X
9925128845

પૂર્વ પત્નીએ બે પ્રેમીઆે સાથે મળી બે માસ પહેલા પતિનું ઢીમ ઢાળી દેવાનો પ્લાન ઘડયો હતો


Jangaon:

કુવાડવા રોડ પર આવેલા નવાગામમાં આવાસ યોજનાના કવાર્ટરમાંથી ગત સોમવારે કોહવાયેલી લાશ મળી આવતા બી-ડીવીઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસ કરતા મૃતક પ્રાૈઢ જામનગરનો હોવાનું અને છાતીના ભાગે તીક્ષણ હથીયારના ઘા ઝીકી ઢીમ ઢાળી દીધાનું બહાર આવતા પોલીસે ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવી મકાન માલીકની પુછપરછ કરતા તેની પુર્વ પત્નીએ પ્રેમી સાથે મળી ઢીમ ઢાળી દીધાનું પોલીસે પુર્વ પત્નીની ધરપકડ કરી પુછપરછ કરતા ચાર માસ પહેલા બન્ને વચ્ચે છૂટાછેડા થઈ ગયા બાદ પૂર્વ પતિ હેરાન કરતો હોય બે પ્રેમી સાથે બે માસ પહેલા કાવતરૂ રચી ઢીમ ઢાળી દીધાની કબુલાત આપતા પોલીસે સાત દિવસના રીમાન્ડની માગણી સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જામનગરમાં કબીર ટેકરી પાસે રહેતા દિલીપભાઈ હમીરભાઈ પરમાર નામના કોળી પ્રાૈઢની નવાગામમાં આવેલ સુરેશ દરજીના કવાર્ટરમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે મકાન માલીક સુરેશ દરજી, પુર્વ પત્ની કુસુમ ઉર્ફે માનુ અને પ્રેમી જશા દેવજી મેણીયાની ધરપકડ કરી તેની પાસેથી છરી કબજે કરવા તેમજ વધુ પુછપરછ માટે સાત દિવસના રીમાન્ડની માગણી સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની પ્રાથમીક તપાસમાં મૃતક દિલીપની પત્ની કુસુમ ઉર્ફે માનુને જશા દેવજી સાથે પ્રેમ સંબંધ હોય બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હોય છેલ્લા ચાર માસથી છૂટાછેડા લીધા બાદ કુસુમ નવાગામમાં રહેતો સુરેશ દરજી અને જશા સાથે રહેતી હોવાનું અને છૂટાછેડા લીધા બાદ પણ દિલીપ અવારનવાર નવાગામ આવી કુસુમને હેરાન કરતો હોય બે મહિના પહેલા ત્રણેય શખસોએ કાવતરૂ રચી ઢીમ ઢાળી દીધાની કબુલાત આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Aajkaal