X Close
X
9925128845

પુનર્વસુ નક્ષત્ર વરસતા ધરતીપુત્ર ચિંતિત-દરિયાઈ ખેડુ ગેલમાં


Jangaon:

ગોહિલવાડના દરિયે હજુ બળ દેખાય છે. તળપદી ભાષામાં કહીએ તો વાદળો દરિયામાંથી ખડા થઈ રહ્યા છે. જે હજુ બે ત્રણ દિવસ સારા વરસાદની એંધાણી આપે છે. પુર્નરવસુ નક્ષત્ર સતત વરસતા તળાજા સહિત ભાવનગર અને સમગ્ર સૌરાષ્ટ્રના ધરતીપુત્ર માટે ધાન્ય પાકને નુકશાન થઈ રહ્યું છે. તો આ નક્ષત્ર વરસતા દરિયાઈ જીવ સૃિષ્ટમાં મોટો વધારો થાય છે. ભાવનગર જિલ્લાના સૌથી છેવાડાના અરબી સમુદ્ર કિનારે આવેલ સરતાનપર(બંદર)ના ચુડાસમા વિક્રમભાઈ કે જેઆેએ વર્ષો સુધી દરિયો ખેડેલ છે સાથે કૃષિ ક્ષેત્રના પણ નિષ્ણાંત છે. તેઆેના મંતવ્ય પ્રમાણે દરિયો હજુ બળમા છે. એટલે કે ઘૂઘવે છે, મોજા મોટા ઉછળે છે. એ હજુ અનરાધાર વરસાદની એંધાણી આપે છે. હજુ બે ત્રણ દિવસ ગોહિલવાડ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડે તેમ છે. વર્તમાન સમયે પૂનર્વસુ નક્ષત્ર ચાલે છે. છેલ્લા અઠવાડિયાથી વરસાદ પડી રહ્યાે છે તે પૂનર્વસુ નક્ષત્રનો છે. આ નક્ષત્રમાં વરસાદ ધોધમાર અથવા તો સતત વરસે તો દરિયાઈ જીવ સુિષ્ટમાં મોટો વધારો થાય છે. તળાજા સહિત જિલ્લા અને સમગ્ર સૌરાષ્ટ્રના માછીમારોને માટે આ વર્ષ તેજીવાળું રહેશે તેમનું કહેવું થાય છે. બીજી તરફ ધરતી પુત્ર સતત વરસાદના કારણે ચોમાસુ વાવેતર કરેલ હોય તેને લઈને ચિંતિત છે. લીલા દુષ્કાળની ભીતિ સેવાઇ રહી છે. બાજરો અનેક ખેતરમાંથી લણાઇ ગયો છે.ધારડી ગામના ખેડૂત ખરક કિરણ કુચા કહે છે કે, બાજરો કાળો પડવા લાગ્યો છે.જેના કારણે બાજરો મીઠાશ મૂકીને કડવો થવા લાગે છે. બાજરાને ભેજ લાગવાથી અત્યારે ખેડૂતો ડુંડાને છુટા પાડીને સતત પંખો માથે ચાલુ કરી સુકવી રહ્યા છે તેમ છતાંય પચાસ ટકાથી વધુ નુકશાનીમાં છે જ. જયારે તલને ખાસ્સુ નુકશાન છે. કપાસ અને મગફળીને પણ નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. કપાસના છોડનો વિકાસ જોવા મળે છે પણ સતત વરસાદના કારણે ફૂલ ખરી જાય છે. ત્રણેક દિવસમાં સૂર્યનો પ્રકાશ ફેલાય તો વાંધો નહિ આવે. એ ઉપરાંત મગફળી જમીનમાં જ ઉગવા લાગે તેવી ભીતિ સેવાઇ રહી છે.કપાસ અને મગફળીને નુકશાન જશે તો ચોમાસુ સિઝન આઠ આની કહેવાશે.

Aajkaal