X Close
X
9925128845

પીનટ બટરના ઉપયોગથી સ્વાસ્થ્યને થાય છે ફાયદો, જાણો આ રીત…


is-peanut-butter-healthy-700-350

મુંબઈ, તા. ૬ જાન્યુ.

પીનટબટરમાં પોટેશિયમ અને પ્રોટીન હોય છે. જે હાઈ બ્લડપ્રેશર ઘટાડવા કામ કરે છે. સાથે જ સ્ટ્રોક અને હાર્ટ ડીસીઝના રિસ્કને પણ ઓછું કરે છે. આ મોનોંસેચ્યુંરેટેડથી ભરપુર હોય છે, જે એક હેલ્ધી ફેટ છે અને આપણા શરીર માટે જરૂરી પણ છે. પીનટબટર ઘણા પોષક તત્વોથી ભરપુર હોઈ છે. ફાઇબર યુક્ત હોવાથી તે પાચનતંત્ર માટે પણ સારું છે. તેમાં રહેલ મેગ્નેશિયમ હાડકાં અને મસલ્સને મજ્બુત બનાવવા મદદ કરે છે. પીનટબટર આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમનો સારો સ્ત્રોત છે. જેનાથી શરીરમાં બ્લડફ્લોને નિયંત્રણ કરવામાં પણ ઉપયોગી બને છે. તેમાં રહેલા વિટામીન ઈ અને એન્ટીઓક્શીડન્સ તેમજ મેગ્નેશિયમ આંખની મસલ્સને મજબુત બનાવે છે. તે આંખની મુવમેનન્ટને ઠીક કરે છે સાથે જ નજરને કમજોર નથી થવા દેતી. પીનટબટરમાં રહેલ પ્રોટીન, ફેટ અને ફાઈબર ભરપુર માત્રામાં હોય છે જેથી ભૂખ પણ ઓછી લાગે છે અને ઓવરઇટીંગની સમસ્યા દુર થાય છે જેથી વજન પણ વધતો નથી. તે ડાયાબીટસના દર્દીઓ માટે લાભદાયક છે. કારણકે, તેમાં ઓછી માત્રમાં કાર્બોહાઈડ્રેટ હોય છે. સાથે જ તેમાં કોઈ એડેડ સુગર હોતું નથી.

(AAJKAAL)
Aajkaal