X Close
X
9925128845

પારાવાડા નજીક પતિએ છ શખ્સો સાથે મળી પત્નીને માર મારી મોતને ઘાટ ઉતારી


Jangaon:

પોરબંદરના પારાવાડા નજીક પતિએ આડા સબંધની શંકાને કારણે પત્નીને છ શખ્સોની મદદ લઈ ઘાતક હથીયારો વડે માર મારી મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી ફેલાઈ ગઈ છે.

પારાવાડા ગામે રહેતી યુવતિએ એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે, તે ટોડારી સીમમાં માતા દેવીબેન ભીમા સીડા સાથે રહે છે અને તેના પિતાજી ભીમા નાથા આઠેક માસથી આ પરિવારથી અલગ રહે છે. ગઇકાલે સવારે નવેક વાગ્યે માતા-પુત્રી કુછડી ગામે ગયા હતા અને ત્éાંથી બપોરે પોરબંદર ખરીદી કરીને પારાવાડા ગયા હતા અને ત્éાં એકટીવા લઇને માતા દેવીબેનને બેસાડીને વાડીએ જતા હતા ત્યારે સાંજે સાડા છ વાગ્યે કીચડને કારણે સ્કુટર સ્લીપ થાય નહી તે માટે દેવીબેન એકટીવામાંથી ઉતરીને ચાલીને આવતા હતા અને વાડીના નાકાના રસ્તે પહાેંચ્યા ત્યારે આ યુવતિના પિતા ભીમા નાથા અને કાકા વેજા નાથા તથા પોપટ સવદાસ, મહેશ સવદાસ, કેશુ સીદી તથા સવદાસ વણઘો વગેરે છ શખ્સો લોખંડના પાઇપ લઇને ધસી આવ્éા હતા અને યુવતિની નજર સામે જ તેની માતા દેવીબેનને આડેધડ માર મારીને હાથ-પગમાં ગંભીર ઇજા પહાેંચાડી હતી આથી આ યુવતિએ બુમાબુમ કરી મુકી હતી આથી તેની ઉપર પણ હુમલાની કોશીષ થઇ હતી. તે દોડીને નજીકમાં આવેલા ભીખુભાઇની વાડીએ જતી રહી હતી અને બનાવની જાણ કરતા ભીખુભાઇ એ પોલાભાઇ સરપંચને ફોન કરીને બનાવની જાણ કરતા 108ને બોલાવવામાં આવી હતી.

ઇમરજન્સી સેવા 108 આવતા તેમાં પ્રાથમિક સારવાર આપીને મહીલાને સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જેમાં બન્ને પગમાં ફેકચર અને માથામાં ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ ત્યાં દેવીબેનની તબીયત લથડતા તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

આ યુવતિએ જાતે ફરિયાદી બનીને એવું જણાવ્éું છે કે, માતા દેવીબેન અને પિતા ભીમા નાથાને જમીનનું મનદુઃખ છે અને પિતાને એક બહેન સાથે આડા સબંધ હતા તેની જાણ માતાને થઇ જતાં તે અંગે પણ અવાર-નવાર ઝઘડા થતાં હતા તેથી આઠેક મહીનાથી પિતા દાદીમા સાથે રહેવા ગયા હતા અને ખેતીની જમીનમાં વાવણી પણ કરવા દેતા નહી અને ખાલી કરવા જણાવતા હતા આથી માતા જમીન ખાલી કરતી નહી હોવાથી આ પ્રકારના મનદુઃખને કારણે છ શખ્સોએ પૂવાર્યોજીત કાવતરૂ રચી માતા પર જીવલેણ હુમલો કરી હત્યાની કોશિષ કરી હતી અને ત્યારબાદ નાસી છુટયા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. ત્યારબાદ રાજકોટ ખાતે મહિલાનું મોત નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો હતો જેથી નાના એવા પારાવાડા ગામ સહિત બરડા પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. વધુ તપાસ બગવદર પોલીસે હાથ ધરી છે.

Aajkaal