X Close
X
9925128845

પહેલીવાર ફિલ્મોમાં lip lock kiss કરવા અંગે અનિલ કપૂરએ કહી મનની વાત..


anil-kapoor

અનિલ કપૂર ટુંક સમયમાં ફિલ્મ મલંગમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેઓ એક્શન કરતાં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં અનિલ કપૂર સાથે આદિત્ય રોય કપૂર, દિશા પટ્ટણી અને કુનાલ ખેમુ જોવા મળશે. આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર અને દિશા પટ્ટણી વચ્ચે અનેક કિસીંગ સીન છે. ફિલ્મમાં પણ તેમની હોટ કેમેસ્ટ્રી જોવા મળશે.

ફિલ્મોમાં કિસીંગ સીન અંગે જ્યારે અનિલ કપૂરને પ્રશ્ન કરવામાં આવ્યો કે તેઓ શા માટે ઓન સ્ક્રીન કિસ કરતાં નથી. ત્યારે તેમણે પહેલા તો હળવા અંદાજમાં જણાવ્યું કે આમ કરે તો તેને ઘરે માર પડે. પરંતુ ત્યારબાદ થોડીવાર વિચારી અને જવાબ એવો પણ આપ્યો કે તેને અફસોસ તો છે એ આ કામ તે 4 દાયકાની કારર્કિદી દરમિયાન કરી શક્યો.

ઉલ્લેખનીય છે કે અનિલ કપૂર બોલિવૂડમાં લગભગ 4 દાયકાથી સક્રિય છે. આ સમય દરમિયાન તેમણે રોમાંસ, એક્શન, કોમેડી અને સપોર્ટિંગ રોલ ભજવ્યા છે. તેણે 80 ના દાયકાની તેમજ 90 ના દાયકાની ટોચની અભિનેત્રીઓ સાથે કામ પણ કર્યું છે અને અનેક અભિનેત્રીઓ સાથે રોમાંસ પણ કર્યો છે.

 

(AAJKAAL)
Aajkaal