X Close
X
9925128845

પરસાણાનગર પાસેથી આરબ ગેંગનો સાગરિત દેશી પિસ્તોલ સાથે ઝડપાયો


Jangaon:

શહેરમાં ગુનાખોરી અટકાવવાના પોલીસના અભિયાન દરમિયાન એસઆેજી સ્ટાફે ચોકકસ બાતમીને આધારે કોઠારીયા રોડ પર આવેલ પરસાણાનગર પાસેથી જંગલેશ્વરના મુિસ્લમ શખસને દેશી પિસ્તોલ સાથે ઝડપી લઈ આકરી પુછપરછ કરતા તે ભાવનગરની આરબ ગેંગનો સાગરીત હોવાનું બહાર આવ્યું હતું. ભાવનગરમાં બે ગેંગ વચ્ચે ડખ્ખો ચાલતો હોય જેથી સ્વબચાવમાં હથીયાર સાથે રાખ્યું હોવાનું રટણ કરતા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કોઠારીયા રોડ પર આવેલ પરસાણાનગરમાં એક શખસ હથીયાર સાથે ઉભો હોવાની ચોકકસ બાતમીને આધારે એસઆેજીના પીઆઈ આર.વાય.રાવલ, પીએસઆઈ ખાચર, મોહીતસિંહ, ચેતનસિંહ, qક્રપાલસિંહ, નરેન્દ્રભાઈ, બ્રિજરાજસિંહ, અનિલસિંહ, રાજેશભાઈ, ધમભા સહિતના સ્ટાફે દોડી જઈ શંકાસ્પદ શખસને અટકાવી પુછપરછ કરતા તે જંગલેશ્વરમાં રહેતો રમીઝ સલીમ સેતા હોવાનું જણાવતા તેની તલાશી લેતાં તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી.

પોલીસની પુછપરછમાં તે ભાવનગરની આરબ ગેંગનો સાગરીત હોવાનું અને તેને ભાવનગરની અન્ય ગેંગ વચ્ચે માથાકુટ ચાલતી હોય અગાઉ બે વાર તેના પર ફાયરીગ થયું હતું અને તેને પણ ફાયરીગ કર્યા હોય સ્વબચાવમાં હથીયાર રાખ્યાની કબુલાત આપતા પોલીસે આ હથીયાર કયાંથી આવ્યું ં તે સહિતની વધુ તપાસ હાથ ધરી છે.

Aajkaal