X Close
X
9925128845

પત્રકાર ગૌરી લંકેશની હત્યાનું કાવતરું ઘડનારની ધરપકડ


gauri-murder

પત્રકાર ગૌરી લંકેશ હત્યાકાંડમાં બેંગ્લોર સીટે ધનબાદના કતરાસથી આરોપી ઋષિકેશ દેવરિકર ઉર્ફે રાજેશની ધરપકડ કરી છે. બેંગ્લોર પોલીસે કતરાસ પોલીસની મદદથી કતરાસના ભગત વિસ્તારમાં દરોડો પાડી ઋષિકેશને પકડયો હતો. ઋષિકેશ થોડા દિવસોથી ઓળખ છુપાવીને અહીં રહેતો હતો અને કતરાસમાં પ્રદીપ ખેમકાના પેટ્રોલ પંપમાં નોકરી કરતો હતો. ભગત વિસ્તારમાં તે પેટ્રોલ પમ્પના માલિકના ઘરમાં જ ભાડૂ ચૂકવી રહેતો હતો.બેંગ્લોર પિમના ડીસીપી એમ.એન.અનુચેતે જણાવ્યું કે ઋષિકેશનું નામ ગૌરી લંકેશ હત્યાકાંડ સંદર્ભે આવ્યું હતું. ગૌરી લંકેશની હત્યામાં ૧૮ લોકોના નામ ખુલ્યા છે તેમાં અમોલ કાલે નામના વ્યકિતની ભૂમિકા મુખ્ય હતી. ઋષિકેશ પણ હત્યાના કાવતરામાં સંડોવાયેલો હતો.

કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ (કોકા એકટ) હેઠળ પણ અમુક લોકો ઉપર ગાળિયો કસવામાં આવી રહ્યો છે. બેંગ્લોર પોલીસે ઋષિકેશની ધરપકડ મોબાઈલ ટાવર લોકેશનના આધાર પર કરી હતી. દરોડા દરમિયાન તેના રૂમની તલાશી લેવામાં આવતાં ત્યાંથી સનાતન ધર્મના અમુક પુસ્તકો પણ મળી આવ્યા હતા.પીઆઈ પુનિતે કહ્યું કે ઋષિકેશને પોલીસ પત્રકાર ગૌરી લંકેશની હત્યા ઉપરાંત પણ ચાર કેસમાં શોધી રહી હતી. તેના વિરુદ્ધ સામાજિક સંસ્થા સાથે જોડાયેલા ચાર લોકોની હત્યાનો કેસ પણ નોંધાયો છે. હત્યામાં સામેલ એક ડઝનથી વધુ લોકોની અત્યાર સુધી ધરપકડ થઈ ચૂકી છે.

(AAJKAAL)
Aajkaal