X Close
X
9925128845

નિમંત્રણ કાર્ડમાં બ્રિજની ડિઝાઇનમાં ભાંગરો વાટયો


Jangaon:

નિમંત્રણ કાર્ડ રાજકોટ મહાનગરપાલિકાનું હોય અને તેમાં કોઇ ક્ષતિ ન હોય તેવું ભાગ્યે જ બનતું હોય છે. દરમિયાન કાલે તા. 9નવેમ્બર અને શનિવારે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના હસ્તે રૈયા રોડ પર આમ્રપાલી ફાટકે અંડરબ્રિજ પ્રાેજેક્ટ અને સિવિલ હોસ્પિટલ ચોકમાં ટ્રાયએન્ગ્યુલર (ત્રિકોણીય) આેવરબ્રિજનું ખાતમુહંર્ત કરવામાં આવનાર છે.

આ અંગે રાજકોટ મહાપાલિકા અને રુડા કચેરીના સંયુક્ત ઉપક્રમે ડાયસ ફંકશન રાખવામાં આવ્યું છે તે અંગેના નિમંત્રણ કાર્ડ મહાપાલિકા દ્વારા પ્રસિÙ કરી આજથી તેનું વિતરણ શરુ કરાયું છે ત્યારે તેમાં ગંભીર ક્ષતિઆે માલુમ પડી છે જે બુિÙજીવીઆેમાં ચર્ચાનો વિષય બની છે.
બન્યું છે એવું કે મહાપાલિકાએ કરેલા નિમંત્રણ કાર્ડમાં મુખ્યમંત્રીના હસ્તે જે બ્રિજ પ્રાેજેકટનું ખાતમુહંર્ત થનાર છે તેનો ફોટો, પ્રતિકૃતિ કે ડિઝાઇન મૂકવામાં આવી નથી. નિમંત્રણ કાર્ડમાં તેમજ કાર્ડના એન્વેલપના બેક ગ્રાઉન્ડમાં વોટરમાર્કમાં જે બ્રિજની ડિઝાઇન મુકવામાં આવી છે તેવો બ્રિજ રાજકોટમાં ક્યાંય જ બનવાનો નથી.

સિવિલ હોસ્પિટલ ચોકમાં ત્રિકોણીય આેવરબ્રિજનું ખાતમુહંર્ત થનાર છે અને રૈયા રોડ પર આમ્રપાલી ફાટકે અંડરબ્રિજ નું ખાતમુહંર્ત થનાર છે પરંતુ નિમંત્રણ કાર્ડમાં જે ડિઝાઇન મૂકવામાં આવી છે તેમાં ટુ-વે પ્રકારનો મતલબ કે દોઢસો ફૂટ રીગ રોડ પર છે તેવા બ્રિજની ડિઝાઇન મૂકવામાં આવી છે! નિમંત્રણ કાર્ડ જોઈને ખરેખર કેવો બ્રિજ બનશે તેની લોકો કલ્પના કરી શકે તેવો ફોટો કે ડિઝાઇન મૂકવાની હોય પરંતુ તેવું કાર્ડ તૈયાર કરવામાં મહાપાલિકા તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે.

મહાપાલિકાના દરેક બ્રિજ પ્રાેજેક્ટ જ્યારથી જાહેર થાય અને લોકાર્પણ થાય ત્યાં સુધી ચર્ચાઆે અને વિવાદોમાં જ રહેતા હોય છે ત્યારે ઉપરોક્ત બંને બ્રિજના ખાતમુહંર્તન નિમંત્રણ કાર્ડ પ થતાંની સાથે જ વધુ એક વિવાદ સજાર્ઇ ગયો છે.

Aajkaal