X Close
X
9925128845

નવી કલેકટર કચેરીમાં મોટાપાયે વૃક્ષારોપણઃ વરસાદી પાણી રિચાર્જની વ્યવસ્થા ઉભી કરાશે


Jangaon:

નવી કલેકટર કચેરીની ચોતરફ વિશાળ ગ્રાઉન્ડ આવેલું છે તેનો પુરેપુરો ઉપયોગ થાય અને પર્યાવરણની દિશામાં કામ થાય તે માટે આગામી દિવસોમાં મોટાપાયે વૃક્ષારોપણ કરવામાં આવશે તેમ કલેકટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું.

સારો વરસાદ થાય તેની રાહ જોઈને તંત્ર બેઠુ છે અને કમ્પાઉન્ડમાં કાળી માટીના ટ્રક ઉતારી દેવાયા છે. કલેકટરના જણાવ્યા મુજબ પર્યાવરણ સુધરે અને સાથોસાથ ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારના વૃક્ષો કલેકટર કચેરીમાં ઉગાડવામાં આવશે. આ માટે અલગ-અલગ 70 પ્રકારના વૃક્ષો નકકી કરાયા છે અને વન વિભાગ પાસેથી રોપા લેવામાં આવશે અને તે પેટે કોઈ પ્રકારનો ખર્ચ થવાનો નથી.
આ ઉપરાંત વરસાદી પાણીના રિચાર્જ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વરસાદી પાણીનું ટીપેટીપું જમીનમાં ઉતરે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ કલેકટર કચેરી બિલ્ડિંગની બન્ને તરફ દીવાલોમાં વટિર્કલ ગાર્ડન બનાવવામાં આવેલ છે તેનો લૂક પણ ફેરવવામાં આવશે.

Aajkaal