X Close
X
9925128845

નવાં આં.રા. એરપોર્ટની સ્થાન પસંદગીમાં લોચોઃ આખા ગામનું સ્થળાંતર કરવું પડશે


Jangaon:

રાજકોટ અને ચોટીલા તાલુકાની બોર્ડર પર હિરાસર ગામ નજીક રાજકોટનું નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા માટે જે સાઇટ ની પસંદગી કરવામાં આવી છે તેમાં મોટો લોચો મરાઇ ગયો હોવાનું તંત્રને ઘડીએ ધ્યાનમાં આવતા અફડાતફડીનો માહોલ સજાર્યો છે અને હવે સાઇટ પસંદગીમાં કોઈ ફેરફાર થઇ શકે તેમ ન હોવાથી આખે આખા ગામનું સ્થળાંતર કરવાની દિશામાં તંત્ર ધંધે લાગી ગયું છે. આ ઉપરાંત ચોમાસાની સિઝનમાં બે ગામ સંપૂર્ણપણે સંપર્ક વિહોણા બની જાય તેવી સ્થિતિ પરત્વે પણ તંત્રનું છેલ્લે છેલ્લે ધ્યાન જતા હવે આ પ્રાેજેક્ટમાં બ્રિજ બનાવવાનો પણ સૈદ્ધાંતિક નિર્ણય લેવાયો છે અને આ સંદર્ભે રાજ્ય સરકારને વિધિવત દરખાસ્ત મોકલવામાં આવશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ બે દિવસ અગાઉ એરપોર્ટના પ્રાેજેકટ સંદર્ભે સમીક્ષા માટે તાકીદની બેઠક બોલાવી હતી અને તેમાં આ સંદર્ભે ઉપર છંી ચર્ચા થયા બાદ રાજકોટ જિલ્લા કલેકટર તંત્રને ગામના સ્થળાંતર અને બ્રિજના પ્રાેજેક્ટ માટે દરખાસ્ત મોકલવાનું જણાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી સાથેની મિટિંગ બાદ ગઈકાલે રાજકોટ ખાતે એરપોર્ટ આેથોરિટી આેફ ઇન્ડિયાના જનરલ મેનેજર લોકનાથ પાધિ અધિક કલેક્ટર પરિમલભાઈ પંડéા, સહિતના ટોચના અધિકારીઆેની

એક બેઠક મળી હતી અને તેમાં દરખાસ્ત તૈયાર કરવા સહિતની બાબતો ની વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
એરપોર્ટ બન્યા બાદ હીરાસર ના જુના ગામના લોકો અવરજવર માટે જે રસ્તાનો ઉપયોગ કરતા હતા તે રસ્તો બંધ થાય છે અને બીજા રસ્તા આડે બેટી નદી આવે છે. સામાન્ય દિવસોમાં ખાસ વાંધો ન આવે પરંતુ ચોમાસાની સિઝનમાં હીરાસર અને ડોસલીધુના ગામના લોકો સંપર્ક વિહોણા બની જાય તેવી સ્થિતિ હોવાથી નદીને પેલે પાર ઢેબડા ગામે આવેલી વનવિભાગની જમીનમાં હીરાસર ના જુના ગામનું સ્થળાંતર કરવાની દરખાસ્ત તૈયાર થઈ રહી છે. વન વિભાગની આ જમીનમાં 80 એકર જગ્યા ગૌચર માટે અને 10 એકર જગ્યા ગામ તળ માટે નિમ કરવાની થાય છે .આ જમીન નીમ કરાયા. બાદ હીરાસર ના જુના ગામનું ત્યાં સ્થળાંતર કરવામાં આવશે.

ડોસલીઘુના ગામના લોકો અત્યારે લોમાકોટડી ગામ થઈને બામણબોર જતા હોય છે અને ત્યાંથી નેશનલ હાઈવે પર વાહનો મળતા હોય છે .પરંતુ એરપોર્ટના કારણે આ રસ્તો પણ બંધ થઈ જતો હોવાથી આ ગામના લોકોને 35 થી 40 કિલોમીટર ફરીને જવું પડે તેવી સ્થિતિ છે .લોકોનો વ્યાપક વિરોધ થયા બાદ બેટી ગામ નજીકથી પસાર થતી નદી પર બ્રિજ બાંધવાનુ નક્કી કરાયું છે. પુલ બંધાયા બાદ આ ગામના લોકોને પાંચ કિલોમીટરનો વધુ ફેરો થશે.

Aajkaal