X Close
X
9925128845

નરસગં ટેકરીથી પોલીટેકનીક કોલેજ તરફ જતા સર્વિસ રોડ ઉપર સ્ટ્રીટલાઈટની સુવિધા આપો


Jangaon:

પોરબંદરના નરસગં ટેકરીથી પોલીટેકનીક કોલેજ તરફ જતા સર્વિસ રોડ ઉપર સ્ટ્રીટલાઈટની સુવિધા આપવાની કોંગ્રેસ દ્રારા માંગ થઈ છે.
શહેર–જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી લાખણશીભાઈ ગોરાણીયાએ છાંયા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે છાંયા નગરપાલિકાના વોર્ડ નંબર–૨ નરસગં ટેકરીથી વોર્ડ નંબર–૩ જિલ્લા સેવા સદન એરપોર્ટ સામેના વિસ્તાર સુધીમાં નેશનલ હાઈવેની સાઈડમાં આવેલ સર્વિસ રોડ ઉપર સ્ટ્રીટલાઈટની સુવિધા આપવામાં આવેલ નથી. આથી આ વિસ્તારના રહેવાસીઓ અને રાહદારીઓ રાત્રીના સમયે અંધારપટના કારણે આવન–જાવનમાં ભારે મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે.

નરસગં ટેકરીથી સાન્દીપનિ અને એરપોર્ટની સામેના આ બંને વોર્ડમાં ઘણી બધી નવી સોસાયટીઓ ડેવલપ થઈ રહી છે. આ વિસ્તારોમાં દિવસે ને દિવસે રહેણાંક વધતો જાય છે, ત્યારે નરસગં ટેકરીથી એરપોર્ટ સામેના વિસ્તાર સુધીના સર્વિસ રોડ ઉપર આસપાસની સોસાયટીઓના લોકો રાત્રીના સમયે પસાર થતી વખતે અંધારાના કારણે વાહન અકસ્માત અથવા જીવ–જંતુઓ અને રખડતા ઢોર તથા અમુક અસામાજીક તત્વો વગેરેનો ભોગ બને છે. આ ઉપરાંત વહેલી સવારે મોનિગ વોક માટે અને રાત્રીના સમયે નાઈટ વોક માટે આ સર્વિસ રોડ ઉપરથી પસાર થતી મહીલાઓની સુરક્ષા માટે પણ સ્ટ્રીટલાઈટ જરૂરી છે. આથી આ સર્વિસ રોડ ઉપર પ્રાથમિક જરૂરીયાત એવી સ્ટ્રીટલાઈટની સુવિધા તાત્કાલીક આપવા રજુઆત છે તેમ પત્રના અંતમાં લાખણશીભાઈએ જણાવ્યું છે.

Aajkaal