X Close
X
9925128845

દિવાળી બાદ ઠંડીનો પ્રારંભ થશે


Jangaon:

મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સાથે હવે હવામાનશાંીઆેના મત પ્રમાણે સાચો શિયાળો દિવાળી બાદ એટલે કે નવેમ્બર પછી શરૂ થશે અને આ વખતે ચોમાસાની જેમ શિયાળો પણ લાંબો હશે તેવી માન્યતા છે.

આજે તાપમાન 34 ડિગ્રીને વટાવી ગયુ હતુ. આ અંગે હવામાન ખાતાનો સંપર્ક સાધતા છેક દિવાળી બાદ એટલે કે 1લી નવેમ્બર પછી ઠંડી શરૂ થશે. આણંદ િસ્થત કૃષિ યુિન્વસિર્ટીના હવામાન શાં વિભાગના વડા ડો.વ્યાસ પાંડેએ ‘આજકાલ’ સાથે ટેલીફોનીક વાતચીત કરતા જણાવ્યુ હતુ કે દિવાળી સુધી બપોરના તાપમાનમાં વધારાનો દૌર યથાવતૅ રહેશે.તેમના કહેવા પ્રમાણે દિવાળી આસપાસના દિવસોમાં આકાશમાં છુટા છવાયા વાદળા ઘેરાવાની અને છાંટા પડવાની પણ શકયતા નકારી શકાતી નથી. 1લી નવેમ્બર બાદ તાપમાન તાપમાન ઘટવાની શકયતા થશે. અન્ય એક હવામાન શાંીએ એમ પણ જણાવ્યુ હતુ કે આ વખતે નવેમ્બર-ડિસેમ્બર-જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસ સુધી કડકડતી ઠંડી સાથે કદાચ માર્ચ માસની 15મી સુધી શિયાળાની અસર રહે તેવી શકયતા છે.અમદાવાદ િસ્થત હવામાન ખાતાની કચેરીના ડો.જે.એમ.સરકારે પણ ખરા શિયાળાનો પ્રારંભ નવેમ્બર માસમાં જ થશે.ટુંકમાં હવે ચોમાસાની વિદાય થઇ ગઇ છે. જો કે સત્તાવાર રીતે વિદાય 31મી આેકટોબર બાદ થશે તેમ લાગે છે.મોટાભાગના હવામાન શાંીઆે શિયાળા બાબતમાં સર્વ સંમત ધરાવે છે.

Aajkaal