X Close
X
9925128845

તાપમાનમાં એકાંતરા ઘટાડા વધારાનો દોર


Jangaon:

ભાવનગરમાં ગઇકાલે મહત્તમ તાપમાનમાં ૦.૭ ડિગ્રીનો ઘટાડો થવા છતા બપોરે ગરમી લગભગ યથાવત રહી હતી. જો કે આજે સવારે લઘુત્તમ તાપમાન વધતા સવારમાં ગરમીથી રાહત છીનવાઇ ગઇ હતી. જો કે, ભાવનગરમાં તાપમાનમાં એક દિવસ ઘટાડા અને એક દિવસ વધારાનો દર વધુ એક દિવસ યથાવત રહ્યો હતો.
ભાવનગર ગઇકાલે (મંગળવારે) મહત્તમ તાપમાન સોમવારના પ્રમાણમાં ૦.૭ ડિગ્રી ઘટીને ૩૭.૭ ડિગ્રી થઇ ગયુ હતુ. જયારે આજે સવારે લઘુત્તમ તાપમાન ઘટીને ૨૬ ડિગ્રી થઇ ગયુ હતુ. જયારે ભેજના પ્રમાણમાં ગઇકાલના ૩૦ ટકાના પ્રમાણમાં ૩૧ ટકા ઘટી ૩૦ ટકા થઇ હતુ. જયારે મંગળવારે સવારે પવનની ઝડપ ૧૨ કિ.મી. અને સંજે ૫.૩૦ કલાકે પવનની સરેરાશ ઝડપ વધીને ૩૦ કિ.મી.ને વટાવી ગઇ હતી.જો કે આજે સવારે પવનની સરેરાશ ઝડપ ૧૦ કિ.મી. હતી. ગઇકાલ સાંજના પ્રમાણમાં આ ઝડપ ઘણી ઘટી હતી. તા.૧૫ અને ૧૬ એ બે દિવસ સૌરાષ્ટ્ર્ર અને કચ્છના ચાર જિલ્લાઓમાં પવન સાથે વરસાદની આગાહી છે. જો કે તેમાં ભાવનગર જિલ્લાનું કોઇ નામ નથી

Aajkaal