X Close
X
9925128845

તમામ શાળાઆેમાં રજાઃ અસરગ્રસ્તો માટે સ્કૂલો ખોલાઇ


govt

ભારે વરસાદને પગલે શહેર અને જિલ્લાની 1380 સરકારી અને ગ્રાન્ટેડ શાળાઆે તેમજ ખાનગી સ્કુલોમાં રજા રાખવામાં આવી હતી. ગઇકાલથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. આખી રાત વરસાદ ચાલુ રહ્યાે હતો. રાજમાર્ગો પાણી પાણી થઇ ગયા છે ત્યારે તકેદારીના ભાગરૂપે શહેર અને જિલ્લાની તમામ શાળાઆે બંધ રાખવામાં આવી હતી.

ડીઇઆે ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, ગઇકાલે જ અનરાધાર વરસાદના લીધે પરિસ્થિતિને પારખીને શાળાઆેમાં રજા રાખવા માટે સુચના અપાઇ હતી. સરકારી ગ્રાન્ટેડ શાળાઆે બંધ રહેશે તેવો અગાઉથી નિર્ણય લેવાઇ ગયો હતો ત્યારે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો માટે પણ મોડી રાત્રે નિર્ણય લેવામાં આવ્યો હતો. શાળ સંચાલક મંડળ દ્વારા અતિ ભારે વરસાદને પગલે રાજકોટ જિલ્લાની તમામ શાળાઆેમાં રજા રાખવા માટે જાહેરાત કરી દેવામાં આવી હતી.
શહેર અને જિલ્લામાં અતિભારે વરસાદને લીધે જયાં જુઆે ત્યાં પાણી જેવી પરિસ્થિતિ સજાર્ઇ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકોના ઘરમાં પણ પાણી ઘુસયા છે. આ પરિસ્થિતિમાં શાળાઆે ખુંી રાખવા અને ત્યાં અસરગ્રસ્તોને શાળાઆેમાં પહાેંચાડવા માટે ડીઇઆે તંત્ર કામગીરીમાં જોડાયું છે.

યુનિવસિર્ટી દ્વારા રજા રાખવાની મોડે મોડે જાહેરાતથી વિદ્યાર્થીઆે રઝળ્યા
ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના સત્તાધીશોએ મોડે મોડે રજા રાખવા માટે નિર્ણય લેતાં વિદ્યાર્થીઆેને હાલાકી ભોગવવી પડી હતી. ભારે વરસાદની આગાહીના હીટ લીસ્ટમાં રાજકોટ જિલ્લાના સમાવેશ પણ થયો હતો ત્યારે યુનિવસિર્ટીએ રજા અંગે કોઇ જાહેરાત ન કરતા વહેલી સવારે ભારે વરસાદમાં મુશકેલીનો સામનો કરી મોટાભાગના વિદ્યાર્થીઆે ભવનમાં આવ્યા હતાં. આ ઉપરાંત કાયમી કર્મચારીઆે, પ્લેસમેન્ટ અને કોન્ટ્રાકટ પરનો સ્ટાફ સહિત 700 જેટલા કર્મચારીઆે ગોઠણડુબ પાણી વચ્ચે પણ યુનિ. ભવન સુધી પહાેંચ્યા હતાં. ઘોડા છૂટયા બાદ તબેલાને તાળાંની જેમ સત્તાધીશોએ મોડે મોડે નિર્ણય લેતાં અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઆે અને ફરજ પર આવેલા કર્મચારીઆેએ પરત હાલાકી ભોગવીને જવું પડયું હતું.

કોલેજોની આજની પરીક્ષા મુલતવીઃ તા.21ના લેવાશે
સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી દ્વારા આજે વિવિધ ફેકલ્ટીઆેની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ભારે વરસાદને કારણે પરીક્ષા મુલતવી રાખવામાં આવેલી હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. યુનિવસિર્ટીના સત્તાવાર સાધનોના જણાવાયા મુજબ આજે બપોર બાદ લેવાનારી પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે અને તે તા.21 આેગસ્ટના રોજ લેવામાં આવશે. સ્થળ અને સમયમાં કોઈ પ્રકારનો ફેરફાર કરાયો નથી.

(AAJKAAL)
Aajkaal