X Close
X
9925128845

ટ્રકે બાઇકને અડફેટે લેતા બે સગાભાઇના થયા મોત


accident 12-8-16

મહુવા – સાવરકુંડલા હાઇવે પર ટ્રક ચાલક રોંગસાઇન્ડમાં ઘસી આવી મોટરસાયકલને ટક્કર મારતા બે સગાભાઇઓના ઘટના સ્થળે જ કમકમાટીભયર્િ મોત નિપજ્યા હતા. આ ટ્રક ચાલકે અન્ય મેજીક વાનને પણ અડફેટે લેતા મુસાફરોને નાની મોટી ઇજાઓ થઇ હતી. દુર્ઘટના સર્જી ચાલક ટ્રક મુકીને નાસી છુટ્યો હતો.

બનાવ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગતરાત્રીના જીવણભાઇના દિકરા જયસુખભાઇ ચેતનભાઇ અને મયુરભાઇ તેનું મોટર સાયકલ નં.જી.જે. 4 ડીઇ 1558 લઇને સારદીકા ગામે તેમના પિતાએ વાડીએ ભાગ રાખેલ ત્યાં જતા હતા ત્યારે નાના જાદરા ગામે બસ સ્ટેન્ડ પાસેથી દુકાનેથી માવો લઇ બાઇક ચાલુ કરી રોડની સાઇડમાં જતા હતા ત્યાં જ અચાનક રોંગ સાઇડમાં આવી રહેલ ટ્રક નં.જી.જે.2 વી 4933ના ચાલકે પ્રથમ મોટર સાયકલ અડફેટમાં લેતા જયસુખભાઇ (ઉં.વ.22) તથા મયુરભાઇ (ઉં.વ.18)ને ગંભીર ઇજા પહોંચતા બનાવ સ્થળે ભેગા થયેલ માણસોએ મયુરભાઇ, જયસુખભાઇ તથા ચેતનભાઇને મહુવા હનુમંત હોસ્પિટલ ખસેડાયા હતા.જયારે જયસુખભાઇ તથા મયુરભાઇને ગંભીર ઇજા થતા તેનું મોત નિપજ્યુ હતુ. જયારે ચેતનભાઇને ઇજા થવા પામી હતી.

ટ્રક ચાલકે બાઇક અડફેટે લીધા બાદમાં આગળ જઇ રહેલ મેજીક વાનને પણ અડફેટમાં લેતા તેમા બેસેલ મુસાફરોને નાની મોટી ઇજા પહોંચાડી ચાલક ટ્રક મુકીને નાસી ગયો હતો. બનાવ અંગે મૃતકના કાકા નરશીભાઇ ચૌહાણે મહુવા પોલીસમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(AAJKAL)
Aajkaal