X Close
X
9925128845

ટિકટોકીયાઓ માટે માઠા સમાચાર, એપમાં બગના કારણે 30 કરોડ યુઝર્સના ડેટા પર જોખમ


tiktok

નવી દિલ્હી, 09

ચીનની શોર્ટ વીડિયો એપ ટિકટોકના દુનિયાભરમાં અબજો યૂઝર્સ છે. તેમાં ભારતીયોની સંખ્યા કરોડોમાં છે. ત્યારે આ તમામ યૂઝર્સના ડેટા પર મોટું જોખમ ઊભું થયું છે. કારણ કે ટિકટોકની સુરક્ષામાં એક બગના કારણે ખામી સર્જાઈ છે. એક અહેવાલ અનુસાર ટિકટોકનીઆ ખામીના કારણે હેકર્સ તેનો લાભ લઈ શકે છે અને કોઈપણ ટિકટોક યૂઝરનું અકાઉન્ટ સરળતાથી હેક કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે ટિકટોકના એક અબજથી વધુ યુઝર્સ છે અને ભારતમાં પણ ટિકટોકના 30 કરોડ યુઝર્સ છે. આ એપના કારણે લોકોએ જીવ ગુમાવ્યાના બનાવ પણ ભારતમાં બન્યા છે. હજારો લોકો એવા પણ છે કે જેમને ટિકટોક પર વીડિયો બનાવવાનું ઘેલું લાગ્યું હોય છે. આ એપ 75 ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ એપ પ્લે સ્ટોર પરથી સૌથી વધુ ડાઉનલોડ થતી એપ પણ છે. જો કે બગના કારણે હવે કરોડો ભારતીય યૂઝર્સની પ્રાઈવસી જોખમમાં મુકાઈ ગઈ છે.

(AAJKAAL)
Aajkaal