X Close
X
9925128845

જૂનાગઢમાં 84 દલિત ભાઇ-બહેનો દ્વારા બૌધ્ધ ધર્મ અંગિકાર


Buddhism

જૂનાગઢમાં બૌધ્ધ ધર્મ ગુરુઓની ઉપસ્થિતિમાં 84 દલિત ભાઈ-બહેનોએ હિન્દુ ધર્મનો ત્યાગ કરી બૌધ્ધ ધર્મનો અંગિકાર કર્યો હતો.
જૂનાગઢમાં ગઈકાલે સાંજે મધુરમ વિસ્તારમાં આવેલા રાજરત્ન ભવન ખાતે યોજાયેલા દિક્ષાંત સમારોહમાં નાગપુર અને પોરબંદરથી આવેલા ભંતેજીઓએ ભાવિકોને દીક્ષા અંગિકાર કરાવી હતી. હિન્દુ ધર્મ ભારત બૌધ્ધ ધર્મને અંગિકાર કયર્નિા આ કાર્યક્રમમાં કુલ 84 વ્યક્તિઓએ ધર્માંતરણ કર્યું તો નવરંગ સોસાયટી ખાતે યોજાયેલં આ કાર્યક્રમમાં નાગપુરના બૌધ્ધ ભંતેજી પરમવીર તેમજ પોરબંદરના અશોક બૌધ્ધ વિહારના મંતેજી પ્રભારત્નએ 84 દીક્ષાર્થીઓને દીક્ષા લેવડાવી હતી જેમાં જૂનાગઢ, શાપુર ઉપરાંત અન્ય ગામોના દીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા બૌધ્ધ દીક્ષાર્થીના અંજનાબેન પરમાર તથા મધુબેન સોલંકીના નિર્દેશન નીચે કામગીરી કરાયું હતું. તમામ ભાવિકોએ અગાઉ જૂનાગઢ કલેકટરના સોગંદનામા અંગે ધર્માંતરણની વહીવટી મંજૂરી લીધી હતી.

(AAJKAAL)
Aajkaal