X Close
X
9925128845

જિ. પં.ના હાઈકોર્ટમાં ચાલતા કેસમાં હવે કાલે સુનાવણી


Jangaon:

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન ખાટરીયા અને ઉપપ્રમુખ સુભાષભાઈ માકડીયા સામે કોંગ્રેસના અસંતુષ્ટ્ર જૂથના સભ્યો દ્રારા અને ભાજપ દ્રારા સંયુકત રીતે ૨૪ સભ્યોની સહી થી મુકાયેલી અવિશ્વાસની દરખાસ્ત ને પડકારતી હાઇકોર્ટમાં કરાયેલી રિટ ની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી .ન્યાયમૂર્તિ પંચોલીએ બંને પક્ષકારોના વકીલોને સાંભળ્યા હતા અને અવિશ્વાસ દરખાસ્ત મુકનાર જૂથ તરફથી સોમવાર સુધીની મુદત માગવામાં આવી હતી.પરંતુ ખાટરીયા જુથે તાત્કાલિક આ કેસનો નિવેડો લાવવા માટે રજૂઆત કરતાં કોર્ટે આવતીકાલ પર વધુ સુનાવણી રાખી છે.

Aajkaal