X Close
X
9925128845

જામકંડોરણાના બોરિયા ગામના ખેડૂત યુવાનનું ભુંડે હુમલો કરતા મોત


Death-1304

જામકંડોરણા તાલુકાના બોરિયા ગામના ખેડુત યુવક હિતેશકુમાર મથુરભાઈ સાવલિયા ઉ.વ.35 કાલે બપોરના સુમારેતેમના ખેતરમાં આવેલ ભુંડને તગડવા જતાં અચાનક તેમના ઉપર ભુંડે હુમલો કરતા ગંભીરરીતે ઈજાગ્રસ્ત થતાં જામકંડોરણાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવતા રાજકોટ પહાેંચે તે પહેલા જ રસ્તામાં મોત થયું હતું.

આ બનાવની જાણ થતાં જ નાના એવા બોરિયા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી અને બોરિયા ગામના લોકો જામકંડોરણા હોસ્પિટલે એકઠા થઈ ગયા હતા. ઉપિસ્થત બોરિયા ગામના ગ્રામજનોએ જણાવેલ કે ખેડુતો ભુંડના ત્રાસથી સીમમાં જતાં ડરે છે જેથી સરકાર આ બાબતે કાયમી ઉમેલ લાવવાની માગ પણ કરી હતી. આની પહેલા પણ ખેડૂતો ઉપર નાના મોટા હુમલાઆેથયેલ છે તો ખેડૂતોને પોતાના ખેતરે કામ કરવા કેમ જવુ તેવો પણ પ્રñ ઉદભવી રહ્યાે છે.

દરમિયાન આ બનાવની જાણ જામકંડોરણા ફોરેસ્ટ વિભાગને કરવામાં આવતા ગઈકાલ સાંજથી જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહાેંચી ગઈ હતી અને રેસ્કયુ કરી આજે સવારે ફોરેસ્ટ ખાતાની ટીમે ભુંડને પકડી પાડયું હતું આ કામગીરીમાં જૂનાગઢ રેસ્કયુ ટીમના ડો. વી.વી.અપારનાથી (અમરાપુરગીર), જામકંડોરણા રેન્જ ફોરેસ્ટ આેફિસર જે.આર.જાકાસણિયા તથા સ્ટાફે ભારે જહેમત બાદ આ ભુંડને પકડી પાડવામાં આવ્યું હતું. આજે આ ભુંડને પકડવામાં આવ્યું ત્યારે બોરિયા ગામના ખેડૂતો મોટી સંખ્યામાં આ કેતરે હાજર હતા ત્યારે ખેડૂતોએ જણાવેલ કે સરકાર ખેતીને બચાવવા આ ભુંડના ત્રાસ અંગે નક્કર પગલા ભરે તેવી માગ કરી હતી.

(AAJKAAL)
Aajkaal