X Close
X
9925128845

જાણીતા સીગર ઉદિત નારાયણને મારી નાખવાની ધમકી


udit

બોલિવૂડના જાણીતા સીગર ઉદિત નારાયણને જાનથી મારી નાખવાની ધમકી મળી છે અને પોલીસમાં ફરિયાદ બાદ તપાસ શરૂ થઈ ગઈ છે.
મુંબઈના અંધેરી વિસ્તારમાં રહેતા ઉદિત નારાયણને આમ તો પાછલા એક માસથી જાનથી મારી નાખવાની ધમકીઆે મળી રહી છે તેવું બહાર આવ્યું હતું.
ગઈકાલે ફરીવાર અજાÎયા શખસ દ્વારા ફોન પર ધમકી મળતાં પોલીસની ખંડણી-વિરોધી શાખા પણ તપાસમાં જોડાઈ ગઈ છે.
મુંબઈ પોલીસ આ અજાÎયા શખસ અંગે તપાસ કરી રહી છે. ફોન પર જ દર વખતે ધમકીઆે મળી રહી છે અને નંબરના આધારે તપાસ થઈ રહી છે.
ઉદિત નારાયણને હાલ તુરંત પોલીસનું રક્ષણ આપવાની તૈયારી થઈ રહી છે. મોટાભાગે તો ખંડણી માગનારા જ આવા ફોન કરે છે.

(AAJKAAL)
Aajkaal