X Close
X
9925128845

ચિદમ્બરમ ધરતી પર બાેજ સમાન બન્યા છે


Jangaon:

તમિળનાડુના મુખ્યમંત્રી પલાનીસામીએ કાેંગ્રેસના દિગ્ગજ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી પી ચિદમ્બરમ ઉપર જોરદાર પ્રહાર કરતા આજે તેમને ધરતીના બાેજ તરીકે ગણાવ્યા હતા. ચિદમ્બરમે કલમ 370નાે વિરોધ કરીને કહ્યું હતું કે, જો જમ્મુ કાશ્મીરમાં હિન્દુ લોકો વધારે પ્રમાણમાં રહ્યાા હોત તાે ભગવા પાટીૅએ આ રાજ્યમાંથી કલમ 370ની નાબૂદી કરી ન હોત. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે તમિળનાડુને કેન્દ્ર શાસિત રાજ્ય બનાવવાનાે નિર્ણય કયોૅ હોત તાે અન્નાદ્રમુકે આનાે વિરોધ કયોૅ હોત. આ અંગે પ્રતિક્રિયા આપતા પલાનીસામીએ કહ્યું હતું કે, લાંબા સમય સુધી કેન્દ્રીયમંત્રી તરીકે રહ્યાા હોવા છતાં ચિદમ્બરમે કાવેરી નદી પાણી સહિત રાજ્યના કોઇપણ મુદ્દા ઉપર કોઇ નિવેદન કર્યું ન હતું. તેમણે કહ્યું હતું કે, ચિદમ્બરમ કોઇપણ યોજના લઇને આવી શક્યા ન હતા. આટલા લાંબા સમય સુધી દેશના કેન્દ્રીયમંત્રી રહ્યાા હોવા છતાં ચિદમ્બરમ કોઇ કામ કરી શક્યા ન હતા. ચિદમ્બરમ માત્ર ધરતી પર બાેજ સમાન જ રહ્યાા છે. પૂર્વ કેન્દ્રીયમંત્રીએ અગાઉ આક્ષેપ કરતા કહ્યું હતું કે, જો જમ્મુ કાશ્મીરમાં હિન્દુ વસતી વધારે રહી હોત તાે કલમ 370ની નાબૂદી થઇ ન હોત.હાલમાં જ કલમ 370 નાબૂદ કરીને જમ્મુ કાશ્મીરને બે ભાગમાં વિભાજિત કરવાનાે નિર્ણય કરાયો છે જેને લઇને કાેંગ્રેસ સહિતના કેટલાક રાજકીય પક્ષોએ ઉગ્ર વિરોધ કરીને તેમની નારાજગી વ્યક્ત કરી છે.

Aajkaal