X Close
X
9925128845

ગ્રાન્ટેડ મા. અને ઉ.માધ્યમિક શાળામાં ભરતી પદ્ધતિમાં ઇન્ટરવ્યુ પ્રથાનું તુત !


Jangaon:

ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભરતી પસંદગી પધ્ધતિમાં ઈન્ટરવ્યૂ પ્રથા લાવવાની હિલચાલ શ થતા ઉમેદવારોમાં નારાજગી ઉભી થઇ છે.ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભરતી પસંદગીના નીતિ નિયમોમાં ફેરફાર કરવામાં આવશે તો ઉમેદવારોને નૂકશાન થવાની દહેશત ડિગ્રીધારક ઉમેદવારોએ કરી છે.

ગ્રાન્ટેડ શાળામાં 2011થી સરકાર દ્વારા ભરતી થાય છે.ત્યારે જે કંઈ પણ નીતિ નિયમો હતા તેજ પધ્ધતિ પ્રમાણે 2020માં પણ રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકમાં ભરતી કરવી જરૃરી છે.તેમજ છેલ્લા ઘણા સમયથી નિયામક કચેરીને આવેદન પત્ર પણ અપાયા છે.જેનો કોઈ જવાબ ન મળ્યો હોવાનો ઉમેદવારો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. કોઈપણ જાતના ભરતી પસંદગીના નીતિ નિયમોને તેમજ પધ્ધતિઓને ના બદલવામાં આવે. લાંબા સમયથી ભરતી થઈ નથી.અને હવે જ્યારે ભરતીનુ આયોજન થઈ રહ્યુ છે તેમા શાળા સંચાલક મંડળ દ્વારા જૂની પધ્ધતિ મુજબની ભરતી કરવાના પ્રયન્નો થઈ રહ્યા છે. શાળા સંચાલક મહા મંડળ દ્વારા ભરતી પસંદગીમાં ફેરફાર કરવાની થઈ રહેલી વાત સામે તમામ ટાટ પાસ ઉમેદવારોએ વિરોધ દશર્વ્યિો છે.ભરતી માટેના નીતિ નિયમો અગાઉ મુખ્યમંત્રી રહેલા મોદીના વખતથી બન્યા છે.તેઓએ ભ્રષ્ટાચારને દૂર કરવા માટે સંચાલક મંડળો પાસેથી સત્તા લઈને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવ્યુ છે.તેમ છતા સંચાલક મંડળો ભ્રષ્ટાચાર કરવા માટે ભરતી પસંદગી પધ્ધતિમા ઈન્ટરવ્યુ પ્રથા લાવવા માંગે છે.

Aajkaal