X Close
X
9925128845

ગોઢાણીયા મહિલા કોલેજનો ખાંભોદરમાં એન.એસ.એસ. કેમ્પ યોજાયો


nss-camp

પોરબંદરની ડો. વી.આર. ગોઢાણીયા કોલેજ દ્વારા ખાંભોદર ખાતે એન.એસ.એસ. કેમ્પ યોજાયો હતો, જેમાં એક અઠવાડીયા સુધી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

પોરબંદરની ડો. વી.આર. ગોઢાણીયા કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા ખાંભોદર મુકામે ડો. વિરમભાઈ ગોઢાણીયા, એકટીવ ટ્રસ્ટી ભરતભાઇ વિસાણા અને જયશ્રીબેન વિરમભાઇ ગોઢાણીયાની ઉપસ્થિતિમાં એન.એસ.એસ. કેમ્પનો પ્રારંભ થયો હતો. જેમાં યોગા અને મેડીટેશન કેમ્પમાં દિનેશભાઈ થાનકી અને માનસીબેન નારણકાએ માર્ગદર્શન પૂં પાડ્યું હતું, એક્યુપ્રેશરની વિવિધ ટેકનીક કૌશિકભાઈ પારેખે શિખવાડી હતી. ડો. સુલભાબેન દેવપુરકરે સ્વામી વિવેકાનંદ વિષયક એક્સપર્ટ લેક્ચરમાં માહિતી આપી હતી. ડેન્ટલ મેડીકલ કેમ્પમાં ડો. હેતલ ઓડેદરાએ બાળકો, સ્ત્રી-પુષો અને વૃદ્ધો સહિત તમામના સારવાર નિદાન કયર્િ હતા. પયર્વિરણ જનજાગૃતિ અભિયાન અંતર્ગત 100 વૃક્ષોનું કોલેજની 100 વિદ્યાર્થીનીઓના હસ્તે વાવેતર કરવામાં આવ્યું હતું. મજુર પરિવારના બાળકોને ખોરાક, ચોકલેટ, કપડા, બ્લેન્કેટ સહિત જરી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા બેટી બચાવો-બેટી પઢાવો રેલીનું પણ કાનાધાર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી વિંધ્યવાસીની માતાજીના મંદિરમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો. જેમાં ગોઢાણીયા સંકુલમાં છેલ્લા સાત વર્ષથી કાર્યરત ડો. જયશ્રીબેન પરમારે સેવા આપી હતી અને બગવદર, ખાંભોદર, વાછોડા અને મોઢવાડા ગામના દર્દીઓએ મોટી સંખ્યામાં સારવાર અને વિનામૂલ્યે દવાઓનો લાભ લીધો હતો. દર્દીઓમાં સારવાર દરમિયાન બી.પી., ડાયાબીટીસ, તાવ, માથાનો દુખાવો અને કેલ્શીયમના અભાવે સાંધાના દુ:ખાવાનું પ્રમાણ વિશેષ જોવા મળ્યું હતું. બાળકોમાં આંખોની તકલીફ, છાતીમાં દુ:ખાવો થોડી સંખ્યામાં જ જોવા મળ્યો હતો. એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. ભાવનાબેન કેશવાલા અને પ્રો. વષર્બિેન જોષીના માર્ગદર્શન હેઠળ 100 શિબિરાર્થી બહેનોએ ઘરે-ઘરે જઈ અને મહિલઓ અને વડીલોને કેમ્પ સુધી પહોંચી શકે તેની ઉમદા સેવા બજાવીને આરોગ્ય વિષયક જનજાગૃતિ અભિયાનમાં સમાજમાં પોતાનું સીધું નેતૃત્વ પૂં પાડ્યું હતું જેનો ગ્રામીણ લોકોને લાભ મળ્યો હતો.

સ્વચ્છ ખાંભોદર-સ્વસ્થ ખાંભોદર અંતર્ગત સફાઈ અભિયાનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ગામડાની સફાઈ હાથ ધરવામાં આવી હતી. ઐતિહાસિક સ્થળ ખીમેશ્ર્વર મહાદેવ મંદિરની મુલાકાતનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તથા બગવદરમાં બેટી બચાવો-બેટી પઢાવો અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.

સંસ્થાના પ્રમુખની જન્મભૂમિ ડો. ભાવનાબેન કેશવાલાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણીયાની જન્મભૂમિ ખાંભોદર છે. જ્યાંથી તેમણે સમાજને પોતાનું આગવું નેતૃત્વ શિક્ષણજગતને પૂં પાડ્યું છે. તેથી જન્મભૂમિને કર્મભૂમિ બનાવીને 35 વર્ષથી શિક્ષણજગતમાં સીધું નેતૃત્વ નિ:સ્વાર્થભાવે નિરંતર મળ્યું રહ્યું છે. છેલ્લે ખાંભોદરના 3 પેઢીથી કાર્યરત અગ્રણીઓ, ટ્રસ્ટીઓ, આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીગણ અને ખાંભોદર ગામના રહેવાસીઓનો સાથ-સહકાર અને નિરંતર પ્રેમ મળ્યો તે બદલ એન.એસ.એસ. ના પ્રોગ્રામ ઓફિસર તેમજ 100 શિબિરાર્થી બહેનો અને ગોઢાણીયા મહિલા કોલેજના સમગ્ર ટ્રસ્ટીગણ, પ્રિન્સીપાલ વગેરે હ્રદયપૂર્વક આભાર માન્યો હતો. સમાજમાં સીધું નેતૃત્વ, નિરંતર મૂલ્ય નિષ્ઠા, શિક્ષકગણ દ્વારા જે યુવાનોમાં સાર્થક થાય અને રાષ્ટ્રમાં ઉત્તમ નાગરિકો તૈયાર થાય અને રાષ્ટ્રનું યુવાધન જ્ઞાનપી, સેવાપી, પયર્વિરણ જાગૃતિપી શ્રમદાન દ્વારા સમાજ જાગૃતિની પ્રવૃત્તિઓ દ્વારા વ્યક્તિત્વ ઘડતરનો પાયો પૂરો પાડે છે તે જ એન.એસ.એસ. નો મુખ્ય હેતુ છે. એન.એસ.એસ. કેમ્પ ખાંભોદરમાં રોજીંદી પ્રવૃત્તિઓ દ્વારા સંપન્ન થયો ત્યારે ગ્રામજનોએ પણ સંસ્થાનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમ ડો. ભાવનાબેન કેશવાલાના માર્ગદર્શન નીચે સંપન્ન થયો હતો. વિદ્યાર્થીનીઓએ સમુહભાવના અને નેતૃત્વના પાઠ શીખ્યા હતા.

(AAJKAL)
Aajkaal