X Close
X
9925128845

ગુજરાતના 6 જિલ્લાના 23 તાલુકામાં વરસાદ: 4ના મોત


Jangaon:

ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસર શ થઇ ચુકી છે. દક્ષિણ-મધ્ય ગુજરાતમાં સરેરાશ એક ઇંચ વરસાદ વચ્ચે છાપરાં ઉડવા, વિજળી પડવાના કારણે ચાર લોકોના મોત થયા છે. ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાય થયા છે. ગઇકાલે સાંજે પૂર્વ-દક્ષિણ મધ્ય ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને પવન અને વીજળીના ઘડાકા સાથે વરસાદ શ થયો હતો. બાઇક પર વૃક્ષ પડવાના કારણે એકનું મોત થયેલ છે. સોનગઢમાં છાપરાં ઉડવાના કારણે બેના મોત થયા છે.
રાજ્યના છ જિલ્લાના 23 તાલુકામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા વરસાદને લઇને ચાર માનવ મૃત્યુ રાજ્યના ક્ધટ્રોલપ પર નોંધાયા છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના અનેક ગામમાં વરસાદ થયો છે. સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને અમદાવાદમાં સવારે છાંટા પડયા છે.

સુરચના મહવા તાલુકામાં ભારે પવનથી વૃક્ષો ધરાશાય થવાના બનાવ બન્યા છે. વરતરાઇ ગામ નજીક બાઇક ઉપર વૃક્ષ પડવાના કારણે દેદવાસણ ગામના ગુલાબભાઇ પટેલ (ઉ.વ.60)નું મોત નિપજ્યું છે. સોનગઢના ખગોળ ગામના નુરીબેન ગામીત (ઉ.વ.65), વ્યારા તાલુકાના ખુશાલપુર ગામે સીમમાં કામ કરતી મહિલા પર વીજળી પડતા મોત નિપજ્યું હતું. બીજી બાજુ છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાના અનેક ગામોમાં વાવાઝોડા સાથે ગાજવીજ સાથે ભારે વરસાદ થયો હતો.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડમાં વીજળી પડવાના બનાવમાં બે લોકોના મોત થયા છે. પાઉભર ગામના મણીબેન મંછાભાઇ વસાવા (ઉ.વ.50), નવાગામના રાઘવભાઇ દિનેશભાઇ (ઉ.વ.11) અને વીજળી પડવાના કારણે ગંગાપુર ગામના સુંગીબેન કોટસીંગ ગંભીર ધમ્મી ગયા હોવાનો બનાવ બન્યો છે.
આમ રાજ્યના છ જિલ્લાના 23 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસવાનો શ થયો છે. રાજ્યના મેટ્રોસીટી અમદાવાદમાં પણ વરસાદી છાંટા પડયાનો અહેવાલ મળી રહ્યે છે. આમ વાયુ વાવાઝોડાના પગલે દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ચોમાસાનો માહેલ ઉભો થઇ રહ્યો છે.

Aajkaal