X Close
X
9925128845

ગાંધીનગરમાં રાજ્યના 250 પ્રાથમિક શિક્ષકોને તાલીમ


teachers08102018010056

શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે પ્રાથમિક શિકને તાલિમ ગાંધીનગરમાં આવી રહી છે. અત્યારે રાજ્યના 250 શિક્ષકો નિષ્ઠાની તાલિમ લઈ રહ્યા છે. શાંતિનિકેતન કેમ્પસ પંથીપુરમાં ચાલતી આ તાલિમનો મુખ્ય ઉદેશ્ય વિદ્યાર્થીઆેને ગુણવતા યુકત શિક્ષણ આપવાનો છે.
સમગ્ર દેશમાં પ્રાથમિક શિક્ષણ મોડયુલર એક સમાન કરવાની દિશામાં પાંચ દિવસની કાર્યશાળા શરૂ કરવામાં આવી છે.
કેન્દ્રીય માનવ સંશાધન સંસ્થા દ્વારા પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધારવા માટે શાળાના વડા તથા શિક્ષકો માટે હોબિએનસ્ટીક એડવાન્સમેન્ટ (નિષ્ઠા) અંતર્ગત તાલિમને એક રાષ્ટ્રીય મિશન તરીકે હાથ પર લેવામાં આવ્યું. જેમાં શાળામાં આરોગ્ય, નેતૃત્વ, જેવા વિધિ વિયો પર તાલિમ આપવામાં આવી રહી છે. શિક્ષણના સ્તરને જડમૂળથી સુધારવાની જરૂરિયાત ઉભી થઈ છે. જે માટે એનસીઈઆરટી દ્વારા આખો પ્રાેજેકટ તૈયાર કાવામાં આવ્યો છે.
આ તાલિમના આધારે શિક્ષણ ટેકનોલોજીના માધ્યમથી વિવિધ પ્રકારના પાસાઆેથી માહિતગાર થશે. કાર્યશાળામાં શિક્ષકોમાં સ્પર્ધાત્મક આધારીત શિક્ષણ, શાળા સલામતી પુસ્તકાલય, યુથ કલબ, ઈકોકલબ, શાળામાં નેતૃત્વના ગુણ તથા પર્યાવરણ જેવી બાબતોને આવરી લેવામાં આવી છે. આ તમામ પાસાઆેને બાળકોમાં વિકસાવવા માટે ખાસ તાલિમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તાલિમમાં શાળાના શિક્ષણના સ્તરને સુધારવા માટે બાળકો અને શિક્ષકોમાં ઉત્સાહ વધારવાના હેતુસર કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પાંચ દિવસની કાર્યશાળા આત્મચિંતન કરવા આહવાન કરવામાં આવ્યું છે.
રાજ્યના 250 શિક્ષકોની આ તાલિમ આવતા દિવસોમાં નવી શિક્ષણ પધ્ધતિના પાયા બની રહેશે. કેન્દ્ર સરકાર દેશમાં પ્રાથમિક શિક્ષણ માટે સમાન મોડયુલ અમલી બનાવવા જઈ રહી છે જેના આધારે વિદ્યાર્થીઆેમાં ઉચ્ચ મૂલ્યો, નિષ્ઠા તથા ગુણવત્તાનો જન્મ થશે જે ખરા અર્થમાં દેશને સારા નાગરિકોને જન્મ આપશે તેવો વિશ્વાસ વ્યકત કરવામાં આવી રહ્યાે છે.

(AAJKAL)
Aajkaal