ઈકોકાર સહિત કુલ રુ.4,14 લાખનો મુદામાલ કબ્જે: એકનું નામ ખૂલ્યું
ખંભાળિયાના જામનગર રેલવે ફાટક પાસેથી ઈકોકારમાં લઈ જવાતા ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખસને ખંભાળિયા પોલીસે ઝડપી લીધો હતો. ઝડપાયેલા શખસની પૂછપરછમાં વધુ એક વ્યક્તીનું નામ ખૂલતાં પોલીસે ફરાર જાહેરકરી બંન્ને શખસો વિરુધ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ ખંભાળિયાના જામનગર રેલવે ફાટક પાસેથી પસાર થતી ઈકોકારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાતો હોવાની બાતમી ખંભાળિયા પોલીસ સ્ટાફને મળતાં બાતમીના આધારે વોંચ ગોઠવતાં ઈકોકાર જામનગર ફાટક પાસે પહોંચતાં તેને આંતરી ચેકીંગ કરતાં ઈકોકારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ રર8 ક઼િરૂા.1,14,000ની મળી આવતાં ઈકોચાલક ધર્મેન્દ્રસિંહ રામસંગજી જાડેજા રહે.વડત્રા તા.ખંભાળિયા વાળાને ઝડપી લઈ તેની પૂછપરછ હાથ ધરી હતી.
જેમાં તેમણે આ દારૂનો જથ્થો જામનગરના રાજભા દરબાર પાસેથી લીધો હોવાનું જણાવતાં પોલીસે રાજભા દરબારને ફરાર જાહેર કરી બંન્ને વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો. દારૂના જથ્થા અંગે વધુ વિગત મેળવવા પોલીસે ઝડપાયેલા શખસના ચાર દિવસના રીમાન્ડની કોર્ટમાં માગણી કરી હતી. કોર્ટે બે દિવસના રીમાન્ડ આપતાં આજે રીમાન્ડ પૂર્ણ થયા હતાં. આ અંગેની વધુ તપાસ હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ રાઠોડ અને રાઈટર માંડણભાઈ ચલાવી રહયાં છે.