X Close
X
9925128845

કુચિયાદડના ગોડાઉનમાંથી નામચીન બુટલેગરનો 21.42 લાખનો દારૂ ઝબ્બે


Jangaon:

શહેરમાં દારૂની બદી અટકાવવાના પોલીસના અભિયાન દરમ્યાન કુવાડવા રોડ પર આવેલ કુચીયાદડ ગામની સીમમાંથી ક્રાઈમ બ્રાંચે ચોકકસ બાતમીને આધારે નામચીન બુટલેગરનો રૂા.21.42 લાખનો વિદેશી દારૂ ઝડપી લેતાં બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. ક્રાઈમ બ્રાંચે ચાર રાજસ્થાની શખસોની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. જયારે જંગલેશ્વરના કુખ્યાત બુટલેગર ફીરોઝ સંધી સહિતના બે શખસોને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે. પોલીસે વિદેશી દારૂનો જથ્થાે, કાર, મોબાઈલ મળી કુલ 33.43 લાખની મત્તા કબજે કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કુવાડવા રોડ પર આવેલ કુચીયાદડ ગામની સીમમાં આવેલ મીત ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં બંધ ગોડાઉનમાં જંગલેશ્વરના કુખ્યાત બુટલેગર ફીરોઝ સંધીએ વિદેશી દારૂનો જથ્થાે ઉતાર્યો હોવાની ચોકકસ બાતમીને આધારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી એસીપી ક્રાઈમ જયદીપસિંહ સરવૈયા, પીઆઈ એચ.એમ.ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઈ બી.પી.ઉનડકટ, એએસઆઈ ભરત વાઘેલા, બીપીનભાઈ, અમૃતભાઈ, જેન્તીભાઈ, સંજયભાઈ, ઘનુભા, નાનભા, શૈલેષભાઈ, સંતોષભાઈ સહિતના સ્ટાફે દરોડો પાડતા 5544 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે ગોડાઉનમાંથી qક્રષ્નકુમાર રૂપલાલ ડામોર, બાબુ રામલાલ ડામોર, રીતેશ રમેશ મીણા અને કિશન નાથુરી ડામોર રહે. ઉદેપુર રાજસ્થાનની ધરપકડ કરી રૂા.21.42 લાખનો દારૂનો જથ્થાે કબજે કરી પુછપરછ હાથ ધરી હતી.

પોલીસની આકરી પુછપરછમાં આ દારૂનો જથ્થાે જંગલેશ્વરના કુખ્યાત બુટલેગર ફીરોઝ હાસમ સંધીનો હોવાનું તેમજ તેનો સાગરીત જગદીશ સતાર ઝાફડા રહે. અમરાપર સાથે કટીગ કરતો હોવાની કબૂલાત આપતા પોલીસે વિશેષ તપાસ કરતા બન્ને બુટલેગરોએ કુચીયાદડ ગામની સીમમાં ઢોર રાખવા માટે ગોડાઉન રાખી વિદેશી દારૂનો જથ્થાે ઉતારી સૌરાષ્ટ્રભરમાં દારૂ પહાેંચાડતા હોવાનું બહાર આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થાે, સ્વીફટ કાર, બે મોબાઈલ મળી કુલ રૂા.33.43 લાખની મત્તા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Aajkaal