X Close
X
9925128845

કુંભારવાડામાં મકાનમાંથી વિદેશી દારૂની 12 બોટલ સાથે યુવાન ઝડપાયો


Alchohol-7H474_1

માલ આપનાર રીક્ષાચાલકની શોધખોળ: દેશી દારૂના ધંધાર્થીઓ સામે પગલા

પોરબંદરના કુંભારવાડામાં એક મકાનમાં પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂની 12 બોટલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો, આ દારૂ પૂરો પાડનાર રીક્ષાચાલક શખ્સ સામે પણ ગુન્હો નોંધાયો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુંભારવાડાની શેરી નં. 35 માં રહેતા રમેશ ઉર્ફે બામો ચમનભાઈ કૃષ્ણવડાના રહેણાંક મકાનમાં એલ.સી.બી. પોલીસે દરોડો પાડ્યો હતો. એ દરમિયાન મકાનમાંથી 3600 પીયાની કિંમતની વિદેશી દારૂની 12 બોટલ મળી આવી હતી. આથી પોલીસે રમેશ ઉર્ફે બામોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આ દારૂની બોટલો જુબેર રીક્ષાવાળો નામનો શખ્સ વેચાણ માટે આપી ગયો હોવાની કબુલાત આપતા પોલીસે જુબેર યુસુફ સાટી સામે પણ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દેશી દારૂના દરોડા
પોરબંદર નજીક છાંયાના જુના વણકરવાસ વિસ્તારમાં રહેતા છગન દેવશીભાઈ શીંગરખીયાના મકાનમાં પોલીસે દરોડો પાડી 240 પીયાની કિંમતના 12 લીટર દેશી દારૂ સાથે તેની અટકાયત કરી હતી. જ્યારે કુતિયાણા તાલુકાના દેવડા ગામે પ્લોટ વિસ્તારમાં રહેતો દિલસુખ બાબુભાઈ વાળા પણ 12 લીટર દેશી દારૂ સાથે ઝડપાયો હતો. આ ઉપરાંત ભડ ગામે પીર શેરીમાં રહેતા પ્રફુલ કરશન કાઠીના મકાનમાં પોલીસે દરોડો પાડતા મકાનના વાડામાંથી 8 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો તેમજ પ્રફુલ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ હરીશ ઉર્ફે હરીયો દેવાયતભાઈ રાઠોડ સ્થળ પર હાજર નહીં મળી આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જ્યારે ઓડદર ગામની ઘોડીયું સીમ વાડી વિસ્તારમાં રહેતા રાણો ઉર્ફે હાંડી હમીરભાઈ ઓડેદરાના મકાનમાં પોલીસે દરોડો પાડતા 140 લીટર દેશી દારૂ બનાવવાનો આથો અને 4 નંગ કેન સહિત 320 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જ્યારે રાણો ઉર્ફે હાંડી હાજર નહીં મળી આવતા તેના વિદ્ધ પોલીસે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ જ રીતે રતનપર ગામે વાડી વિસ્તારમાં જયેશ પોલાભાઈ ઓડેદરાના મકાનના ફળીયામાંથી 15 લીટર આથો તથા બે કેન મળી આવ્યા હતા જ્યારે હાજર નહીં મળી આવેલ જયેશની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

(AAJKAL)
Aajkaal