X Close
X
9925128845

કીંદરખેડા–મોઢવાડા વચ્ચે વોંકળા પરનો બ્રીજ પહોળો કરો


Jangaon:

પોરબંદર તાલુકાના બગવદર–હર્ષદ રોડ ઉપર કિંદરખેડા અને મોઢવાડા ગામની વચ્ચે સરાણના વોકળા ઉપરનો બ્રીજ પહોળો કરી ઉપર રેલીંગ નાખવા માંગ થઇ છે.
પોરબંદર તાલુકા પંચાયતના વિપક્ષી નેતા રામદેવભાઇ મોઢવાડિયાએ જણાવ્યું છે કે, બગવદર–હર્ષદ રોડ ઉપર મોઢવાડા અને કિંદરખેડા ગામની વચ્ચે સરાણના વોકળા કમ બરડાસાગર ડેમની રિવર્સ કેનાલ ઉપર બ્રીજ બનાવવામાં આવેલ છે.

બગવદર–હર્ષદ–દ્રારકા રોડ (કાર્યપાલક ઇજનેરશ્રી માર્ગ અને મકાન (સ્ટેટ)ના તાબાનો રસ્તો) ઉપર અત્યારે ટ્રાફીક ખુબ જ વધેલ છે. અને આ રસ્તા ઉપર સરાણના વોકળા ઉપર બનાવવામાં આવેલ બ્રીજ સાંકળો પડે છે. અને રેલીંગ પણ નથી તેથી આ બ્રીજ ઉપર વારંવાર અકસ્માતના બનાવો બને છે અને ભવિષ્યમાં અકસ્માતો થાય એવી દહેશત છે અને વધારામાં આ બ્રીજનું તળીયું સરાણના વોકળાના બોટમ લેવલથી ઉંચુ રાખી દીધેલ છે. જેથી બરડા સાગર ડેમના પાણીનો જથ્થો ડેમમાં વધારે હોય તો આગળ વોકળા કમ રેડીયલ કેનાલમાં વહી શકતું નથી જેથી આગળના ખેડૂતોને સિંચાઇમાં પાણી ઓછૂં મળે છે.

જેથી બ્રીજની રેલીગનું કામ તાત્કાલીક શરૂ કરવામાં આવે અને બ્રીજની બોટમ લેવલ વોકળાના લેવલે કરવામાં આવે અને બ્રીજ પહોળો કરવાની પ્રક્રિયા માટે જરૂરી હત્પકમો કરવામાં આવે.

Aajkaal