X Close
X
9925128845

એન્જિનિયરિંગ કોલેજો ખાલી–ખાલી: કેન્દ્રીય પ્રવેશ સમિતિ હાથ ઉંચા કરી દેવાના મૂડમાં


Jangaon:

એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયા જોઈન્ટ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (જેએસીપીસી) હાથ ધરવામાં આવે છે. પ્રવેશના બબ્બે રાઉન્ડ પુરા થઈ ગયા છે આમ છતાં વિધાર્થીઓ જાણે એન્જિનિયરિંગ ફેકલ્ટી તરફથી મોં ફેરવી લીધું હોય કે ૪૦ હજાર જેટલી બેઠકો ખાલી છે. હાલની સત્તાવાર આંકડાકિય માહિતી મુજબ કુલ ૩૮,૯૫૮ બેઠક ખાલી છે. આમાં મેનેજમેન્ટ અને એનઆરઆઈ કવોટાની બેઠકોનો ઉમેરો કરવામાં આવે તો આંકડો ૪૦ હજારને પણ વટી જાય છે.

સૌથી વધુ નોંધપાત્ર અને ચોંકાવનારી વાત તો એ છે કે, ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોમાં એડમિશન માટે પડાપડી થતી હોય છે. ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોમાં મામૂલી ફી લઈને શિક્ષણ અપાતું હોવાથી વિધાર્થીઓનો પ્રથમ પ્રેફરન્સ આવી કોલેજ હોય છે પરંતુ આમ છતાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજની ૧૦,૬૧૯ સીટમાંથી ૨,૮૬૦ બેઠકો ખાલી છે.

એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં દર વર્ષે બ્રાન્ચની પસંદગીમાં ફેરફાર થતો હોય છે. આ વખતે કોમ્પ્યુટર બ્રાન્ચ હોટ ફેવરિટ રહી છે. કોમ્પ્યુટરની ૧૨,૩૬૭માંથી ૭,૮૩૬ બેઠક ભરાઈ ગઈ છે. સૌથી નબળો પ્રતિસાદ ઈલેકટ્રીકલ અને ઈસ્યુ બ્રાન્ચમાં જોવા મળે છે. ઈલેકટ્રીકની માત્ર ૨૦૧૧ અને ઈ.સી.ની ૧૮૩૮ સીટ ભરાઈ છે

Aajkaal