X Close
X
9925128845

ઇશ્વરિયા પાર્કમાં એડવેન્ચર રાઇડ, સાઇકલિંગ ટ્રેક, બોટિંગ પેવેલિયન જેવા આકર્ષણો ઉમેરાશે


Jangaon:

વિશાળ જગ્યા ધરાવતાં અને રાજકોટ-જામનગર હાઈ-વે પર આવેલા ઈશ્વરિયા પાર્કને સહેલાણીઆેથી ધમધમતી કરવા માટે અનેક નવા આકર્ષણ ઉમેરવામાં આવશે અને ટૂંક સમયમાં આ કામગીરી શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ કરી છે.
પત્રકારો સાથેની વાતચીતમાં કલેકટરે જણાવ્યું હતું કે, ઈશ્વરિયા પાર્કમાં બોટિંગની વ્યવસ્થા છે પરંતુ તેને વધુ આધુનિક બનાવવામાં આવશે. બોટિંગ પેવેલિયનનું નિમાર્ણ કરવામાં આવશે. અહી આવતાં યુવાનો-બાળકોને મજા પડે તે માટે એડવેન્ચર રાઈડનો ઉમેરો કરવામાં આવશે. અઢી કિલો મીટરનો સાઈકલ ટ્રેક બનાવવામાં આવશે.

કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, હાઈ-વે ટચ આ જમીન હોવાથી તેનો પુરતા પ્રમાણમાં ઉપયોગ થાય અને ઈશ્વરિયા પાર્કના સંચાલન પાછળ થતાં ખર્ચમાં રાહત રહે તે માટે અહી પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે અને લગ્ન, સગાઈ જેવા પ્રસંગોએ તે ભાડે આપવામાં આવશે.
સહેલાણીઆે માટે હાલ પીવાના પાણી અને ટોઈલેટ બ્લોક જેવી સુવિધા પુરતા પ્રમાણમાં નથી. ડિ²»કિંગ વોટર માટે ત્રણ પોઈન્ટ ઉભા કરાશે. આ ઉપરાંત ઈશ્વરિયા પાર્કના અલગ-અલગ ખૂણે ચાર ટોઈલેટ બ્લોક પણ બનાવવામાં આવશે. આ સમગ્ર પ્રાેજેકટ પાછળ અંદાજે રૂા.50થી 55 લાખનો ખર્ચ થશે.

Aajkaal