X Close
X
9925128845

આપણે ચંદ્ર પર પહાેંચી ગયા પરંતુ પાક. હજી પણ ગધેડા જ એક્સપોર્ટ કરે છેઃ ગિરિરાજ


giriraj-singh

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ચંદ્રયાન-2 મુદ્દે પાકિસ્તાનનાં વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ચૌધરી ફવાદ હુસૈન દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણી અંગે તેની આકરી ઝાટકણી કાઢી હતી. સિંહે કહ્યું કે, પાકિસ્તાનની સ્થિતી ખસ્તા છે અને તે ભારતની સફળતા અને અસફળતા મુદ્દે ચિંતિત છે.
ચંદ્રયાનની ચંદ્રમાની સપાટી પર લેન્ડિંગ પહેલા લેન્ડર વિક્રમનો સંપર્ક તુટéા બાદ પાકિસ્તાનનાં વિત્રાન અને ટેક્નોલોજી મંત્રી ચૌધરી ફવાદ હુસૈને વિચિત્ર ટિપ્પણી કરતા ટંીટ કર્યું હતું, જે કામ આવડતું હોય તેની સાથે પંગો ન લેવો જોઇએ… ડિયર ઇન્ડિયા. ફવાદે ટંીટમાં વ્યંગ કરતા ઇન્ડિયાનાં બદલે એંડિયા લખ્યું હતું. ફવાદ એટલે નહોતા અટક્યા. તેમણે એક ભારતીય યુઝર્સનાં ટંીટ અંગે ખુબ જ રિટંીટ કર્યું. એક ટંીટમાં ભારતીય યુઝરનાં ટંીટ પર ખુબ જ બેશરમીથી લખ્યું કે, સુઇ જા ભાઇ મુનનાં બદલે મુંબઇમાં ઉતરી ગયું ખિલોના. ફવાદની આેછી હરકત અંગે ભારતીય યુઝર્સે તેમની આકરી ઝાટકણી કાઢી હતી.

સહે કહ્યું કે, બંન્ને મુલ્કો એક સાથે આઝાદ થયા. તેમણે અમારા ચંદ્રયાન-2 મિશનની સફળતા મુદ્દે ચિંતીત ન હોવું જોઇએ. આપણે ચંદ્ર પર પહાેંચી ગયા પરંતુ તેઆે (પાકિસ્તાન) હજી પણ ગધેડાઆે જ એક્સપોર્ટ કરી રહ્યા છે. તેમણે આગળ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એરસ્પેસનો ઉપયોગ નહી કરવા દેવાનો પાકિસ્તાનનો નિર્ણય દુખદ નિર્ણય છે અને તેનાથી આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પાકિસ્તાન મજાકનું પાત્ર બનેલું છે.
વારાણસીઃ વિમાનમાં ટેક્નીકલ ખરાબી 144 યાત્રીઆેનાં જીવ તાળવે ચાેંટéા, ઇમરજન્સી લેન્ડિંગ
તેમણે કહ્યું કે, આ પાડોશી દેશનો દુખદ વ્યવહાર છે. તેઆે કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર જાય છે, પરંતુ ત્યાંથી ખાલી હાથે જ પરત ફરવું પડે છે. તેના કારણે પાકિસ્તાનને કંઇ પણ નહી મળે. સિંહે હુમલો કરતા કહ્યું કે, જો પાકિસ્તાન અમારી સામે મુકાબલો જ કરવા માંગે છે તો તેમને ટેક્નીકલી અને વિકાસના મુદ્દે કરવું જોઇએ. સિંહે કહ્યું કે, જો તમે (પાકિસ્તાન) ભારત સામે મુકાબલો કરવા માંગો છો તો આગોતરી ટેક્નોલોજી મુદ્દે કરે. ગરીબી, ભુખમરો અને અન્ય મુદ્દાઆે પર કરે જેનાથી સંદેશ જશે કે તેઆે પોતાની સ્થિતી સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.

(AAJKAAL)
Aajkaal