X Close
X
9925128845

આજે પણ અનેક રાવણ મોજુદ, તેનું દહન કરવા સરકાર સજ્જ છે : ડે.સીએમ નીતિન પટેલ


Jangaon:

ભાવનગરમાં પશ્ચિમના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી પ્રેરિત અને બજરંગ વિકાસ સમિતિ આયોજિત રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં નાયબ મુખ્યમંત્રી તથા ચાર મંત્રીઆે, સાંસદ, અગ્રણી ઉદ્યાેગપતિઆે, આગેવાનો વિગેરેની ઉપિસ્થતિ રહી હતી.આ પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલ તેમજ પ્રવચનો પણ થયા હતા. જેમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આજે પણ અનેક અલગ નામ અને ચહેરાઆે સાથે રાવણો હોવાનું જણાવી તેના દહન માટે સરકાર હરહંમેશ સજ્જ છે તેમ કહ્યું હતું.ઉલ્લેખનિય છે કે, મંગળવારે બપોર પૂર્વે રાજયના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ ભાવનગરની ભુમિ પરથી ‘અનેક રાવણનો નાશ કરવાનો છે’ તેમ જણાવી રાજકીય ક્ષેત્રે ચર્ચા જગાવી હતી ત્યાં બપોર બાદ ઉપ મુખ્યમંત્રી પટેલે પણ રાવણ મુદ્દે પોતાના ભાષણમાં તડાપીટ બોલાવી હતી.

ભાવનગરના ચિત્રા માર્કેટીગ યાર્ડમાં પરંપરાગત રીતે જીતુભાઇ વાઘાણી પ્રેરિત બજરંગ વિકાસ સમિતિ આયોજિત રાવણ દહનનો કાર્યક્રમ યોજવામા આવેલ જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે હજારો વર્ષ જૂની હિન્દુ સંસ્કૃતિની યાદ તાજી થાય તેમજ આપણો પૌરાણિક ઇતિહાસ નવી પેઢીના જીવનમાં ઉતરે તેવા શુભ આશયથી યોજવામાં આવેલ આ કાર્યક્રમ બદલ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે ભલે ગમે તેટલી મુશ્કેલીઆે આવે પરંતુ હંમેશા આસુરી શિક્ત સામે પવિત્ર શિક્તઆેનો તેમજ અસત્ય સામે સત્યનો વિજય થાય છે. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે અત્યારે પણ અલગ નામ અને ચહેરાઆે સાથે રાવણો હાજર છે પરંતુ તેમનું દહન કરવા સરકાર હર હંમેશ સં છે.
આ પ્રસંગે કૃષિ મંત્રી આર.સી.ફળદુ, વનમંત્રી ગણપતસિંહ વસાવા, મંત્રી ઈશ્વરભાઈ પરમાર, મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભીખુભાઈ દલસાણીયા, સાંસદ ભારતીબેન શિયાળ, ભરતભાઈ પંડયા, સુરતના મેયર જગદીશભાઈ, અગ્રણી ઉદ્યાેગપતિ અને પÚશ્રી મથુરભાઈ સવાણી, લવજીભાઈ બાદશાહ, ઉદ્યાેગપતિ સી.પી સવાણી, ભાવનગર મહાનગરપાલિકાના મેયર મનહરભાઈ મોરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, જિલ્લા કલેકટર ીગૌરાંગ મકવાણા, રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી વરુણ કુમાર બરનવાલ, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર તેમજ બહોળી સંખ્યામાં સાધુ સંતો અને શહેરીજનો રાવણ દહનના કાર્યક્રમમાં જોડાયા હતા.

Aajkaal