X Close
X
9925128845

આઈસીસી રેન્કીગમાં ભારતનો દબદબોઃ વન-ડેમાં ટોચના સ્થાને


india-aust

ટેસ્ટના નંબર-વન ભારતે ગઈ કાલે ઇંગ્લેન્ડને વન-ડેના મોખરાના સ્થાન પરથી હટાવીને આ ફોર્મેટની ક્રિકેટના રેિન્કંગમાં પણ સર્વોચ્ચ ક્રમ હાંસલ કરી લીધો હતો. ઇંગ્લેન્ડ સામે જ ભારતનો રવિવારે વર્લ્ડ કપમાં રોમાંચક મુકાબલો થવાનો છે અને એ પહેલાં વિરાટસેનાએ બ્રિટિશ ટીમને સિંહાસન પરથી ઉથલાવી દીધું છે.
વેસ્ટ ઇન્ડિઝ સામેની ગઈ કાલની મેચમાં ભારતનો પરાજય થાય તો ભારત નંબર-વનની રેન્ક ગણતરીના કલાકોમાં જ ગુમાવી બેસે એવી સ્થિતિ હતી અને એ વચ્ચે એવી પણ સંભાવના હતી કે રવિવારે ભારત બ્રિટિશરોને હરાવીને સર્વોચ્ચ રેન્ક ફરી હાંસલ કરી શકશે. ગઈ કાલે ભારત નંબર વન બન્યું ત્યારે એના 123 પોઇન્ટ હતા, જ્યારે ઇંગ્લેન્ડના 122 હતા. ન્યૂ ઝીલેન્ડ 114 પોઇન્ટ સાથે ત્રીજા નંબરે છે.

(AAJKAAL)
Aajkaal