X Close
X
9925128845

આઈપીએલના ક્રિકેટ મેચ વખતે લોકો આનંદમાં ચિચિયારી તો પાડવાના જ…


High-Court

આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની મેચો દરમિયાન અવાજના પ્રદૂષણને લગતા નિયમોનું ઘોર ઉંંઘન થયું હોવાનો આક્ષેપ કરતી જાહેર હિત અરજીને મુંબઈ હાઈ કોર્ટે સોમવારે ફગાવી દીધી હતી. આ ફેંસલો લેવાની સાથે અદાલતે અરજીકતાર્ને કહ્યું હતું કે ક્રિકેટ મેચો દરમિયાન લોકો ચિયર-અપ તો કરવાના જ અને બૂમો તો પાડવાના જ અને એવું થાય ત્યારે સમાજમાં થોડો શોરબકોર થવાનો જ.
કપિલ સોની નામના વકીલે 2014ની સાલમાં આ અરજી નાેંધાવી હતી. ત્યારે તેમણે આક્ષેપ કર્યો હતો કે 2013માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તેમ જ પુણેના સુબ્રતા રોય સહારા સ્ટેડિયમમાં આઇપીએલની જે મેચો યોજાઈ હતી એ દરમિયાન અવાજના પ્રદૂષણના નિયમો અને નિયંત્રણોની બાબતમાં ઉંંઘનો થયાં હતાં.

એવું જણાવીને અરજીકતાર્એ બોર્ડ આૅફ કન્ટ્રાેલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) તેમ જ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન વિરુÙ કાનૂની પગલાં ભરવાની તેમ જ ભારે પેનલ્ટી કરવાની માગણી કરી હતી. તેમણે અરજીમાં એવું પણ જણાવ્યું હતું કે 2013ની આઇપીએલમાં આ બે સ્ટેડિયમોમાં કેટલીક મેચો રાત્રે 8.00 વાગ્યે શરુ થયા બાદ ઇનામ વિતરણ સમારોહ સહિત છેક મધરાત સુધી ચાલી હતી.
મુંબઈ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ પ્રદીપ નંદરાજોગ અને જસ્ટિસ એન. એમ. નામદારની ડિવિઝન બેન્ચે સોમવારે જણાવ્યું હતું કે ક્રિકેટ મેચમાં જ્યારે કોઈ પ્લેયર બાઉન્ડરી કે સિક્સર ફટકારે અથવા વિકેટ લે ત્યારે લોકો ચીસો અને બૂમો પાડવાના જ. થોડો શોરબકોર થવા દો. એમાં કંઈ વાંધો નહી. લોકોને મોજ માણવા દો.

ન્યાયમૂતિર્આેની બેન્ચે એવું પણ નાેંધ્યું હતું કે પિટિશનર તો દહિસરમાં રહે છે અને તેનું આ સ્થળ દક્ષિણ મુંબઈના વાનખેડે સ્ટેડિયમથી આશરે 40 કિલોમીટર દૂર છે. આ સ્થિતિમાં આ પિટિશનરને આટલે દૂર થતાં શોરબકોરથી કેવી રીતે ખલેલ પહાેંચી એ જ નથી સમજાતું. સ્ટેડિયમની આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોમાંથી કોઈએ ફરિયાદ કરી નથી.
સોનીએ અરજીમાં એવો દાવો પણ કર્યો હતો કે મેચો દરમિયાન સંગીત રેલાવવા માટે અદાલત દ્વારા નક્કી થયેલી રાતના 10.00 વાગ્યાની સમયમર્યાદા પછી પણ લાઉડસ્પીકરોનો ઉપયોગ થાય છે અને એ રીતે અવાજના પ્રદૂષણની બાબતમાં જોગવાઈઆેનો ઘોર ભંગ થયો કહેવાય.

(AAJKAAL)
Aajkaal