X Close
X
9925128845

આઈએસ આતંકવાદીઓના ટાર્ગેટ પર આરએસએસ અને હિન્દુ સંગઠનોના નેતા


terrorists

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિન્દુ સંગઠનોના ઘણાં મોટા નેતા ઈસ્લામિક સ્ટેટ મોડ્યુલવાળા આતંકવાદીઓના નિશાના પર છે. સ્પેશિયલ સેલની કસ્ટડીમાં આવેલા સાથે જોડાયેલા ત્રણ સંદિગ્ધ આતંકીઓની પૂછપરછ દરમિયાન ઘણાં મોટા ખુલાસા થયા છે. દિલ્હીમાં ચૂંટણી દરમિયાન એક પાર્ટી સાથે જોડાયેલા નેતાઓને નુકસાન પહોંચાડીને સાંપ્રદાયિક માહોલ બગાડવાનો પણ ટાર્ગેટ હતો. સેલ સાથે જોડાયેલા સૂત્રોનો દાવો છે કે ના આતંકીઓની ગણતરી ત્રણ નહીં, પણ બે ડઝન નામ સામે આવ્યા છે. આ આતંકીઓની ધરપકડ માટે અલગ-અલગ સુરક્ષા એજન્સીઓ દ્વારા દરોડા પાડીને કામગીરી કરવામાં આવી રહી છે. ને લઈને થયેલા હિંસક પ્રદર્શન પાછળ પણ આ સંદિગ્ધોની ભૂમિકાને તપાસવામાં આવી રહી છે.

સંદિગ્ધોની પૂછપરછ માટે યુપી અને મહારાષ્ટ્ર એટીએસ સાથે જોડાયેલા સ્પેશિયલ સેલ તથા તામિલનાડુ પોલીસને પણ જોડવામાં આવી છે. આતંકીઓને યુપી, દિલ્હી-એનસીઆર, ગુજરાત અને અન્ય રાજ્યોમાં મોટા ટાર્ગેટ સોંપવામાં આવ્યા છે. જેના માટે મોટી સંખ્યામાં તેમની ભરતી કરવામાં આવી છે.

સેલ સૂત્રોનો દાવો છે કે પકડાયેલા ખ્વાજા મુઈનુદ્દીન દક્ષિણ ભારતમાં નો ટોપ કમાન્ડર છે. ખ્વાજા સહિત ત્રણની પૂછપરછમાં ખુલાસા થયો છે કે પોલીસ અને સેનામાં ભરતી કેમ્પ પર હુમલો કરવાનો આદેશ હતો. સેના જણાવ્યા પ્રમાણે, આરએસએસના મોટા નેતાઓના નામ આતંકીઓના હિટ લિસ્ટમાં છે. આ લોકો હિન્દુ નેતાઓના પોસ્ટરના આધારે તેમની ઓળખ કરીને હત્યાનો પ્લાન તૈયાર કરી રહ્યા હતા. સેલ આ આતંકીઓની કોડ ભાષા ડિકોડ કરવાના કોશિશ કરી રહ્યું છે. દિલ્હીમાંથી પકડાયેલા ત્રણ આથંકીઓ સિવાય ગુજરાતમાંથી પકડાયેલો આઈએસ મોડ્યુલર ઝફર, એટીએસે ભરુચથી પકડેલા બે સંદિગ્ધ અને તામિલનાડુમાં પોલીસ ઈન્સ્પેક્ટરની હત્યા કરીને ભાગેલો આતંકી શમીમ અને તૌફિક એક જ નેટવર્ક સાથે જોડાયેલા છે. આઈએસ ઘણાં રાજ્યોમાં નેટવર્ક બનાવી ચૂક્યું છે અને તેનો વધુ ફેલાવો કરવાની કોશિશો થઈ રહી છે. હાલમાં હિંસા બાદ ખબરોમાં આવેલા પીએફઆઈની લિંક પણ છે. આ લોકો મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને તામિલનાડુમાં બેઠકો કરતા હતા. દિલ્હી પોલીસ હવે આત્યાર સુધી આતંકી મોડ્યુલ સાથે જોડાયેલા ૧૬ લોકોની ઓળખ કરી ચૂક્યું છે. ગુજરાત, તામિલનાડુ, કેરળ અને અન્ય કેટલાક સ્થળો પર દરોડા પાડીને તપાસ કરાઈ રહી છે. આજ કારણે આતંકી ઝફરને ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ માટે ગુજરાતથી દિલ્હી લવાયો છે.

ઝફર અલી પણ તામિલનાડુનો છે. તે વડોદરાની આસપાસ બેસ કેમ્બ બનાવવાની તૈયારીમાં હતો. ઝફર વડોદરાથી જોડાયેલા ભરુચના ગામોમાં સ્લીપર સેલ તૈયાર કરી રહ્યો હતો. સેલ સૂત્રોનું કહેવું છે કે હાલ દિલ્હી અને ગુજરાતથી પકડાયેલા સંદિગ્ધ આતંકીઓ સાથે અલગ-અલગ વાત કર્યા પછી તેમને આમને-સામને બેસાડવામાં આવ્યા. યુપી એટીએસ પણ સંદિગ્ધની પૂછપરછ માટે દિલ્હી પોલીસના સંપર્કમાં છે. કારણ કે દિલ્હી સિવાય યુપીમાં પણ ટેરર સ્ટ્રાઈકનો પ્લાન હતો.

(AAJKAAL)
Aajkaal