X Close
X
9925128845

અલકાયદાની ધમકીને લઇ ચિંતાની કોઇપણ જરૂર નથી


Jangaon:

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ અલકાયદાના લીડર અલ જવાહરીની ભારતને આપવામાં આવેલી ધમકી અંગે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે કહ્યું છે કે, આવી ધમકીઆે વારંવાર આવતી રહે છે. ધમકીઆેને પહાેંચી વળવા માટે ભારત સંપૂર્ણપણે સજ્જ છે. જવાહરીએ બુધવારના દિવસે એક વિડિયો જારી કરીને કાશ્મીરમાં મુઝાહિદ્દીનાેને ભારતમાં હુમલા કરવા માટે કહ્યું હતું. ભારતીય સેના અને સરકાર પર હુમલા કરવા માટે સૂચના આપવામાં આવી હતી. રવિશકુમારે કહ્યું હતું કે, અમારા સુરક્ષા દળો ક્ષેત્રિય અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. સાથે સાથે સક્ષમ પણ છે. આવી કોઇપણ પ્રકારની ધમકીને ગંભીરતાથી લેવાની જરૂર નથી. આતંરરાષ્ટીય આતંકવાદી સંગઠન જવાહરીએ એક વિડિયો મેસેજ જારી કરીને કહ્યું છે કે, કાશ્મીરમાં મુઝાહિદ્દીનાે ભારતીય સેના ઉપર હુમલા કરે તે જરૂરી છે. આ સંદેશો અલકાયદાના મિડિયા વિંગ અલસબાબ દ્વારા જારી કરવામાં આવ્યો હતાે. જવાહરીએ એમ પણ કહ્યું હતું કે, કઇરીતે પાકિસ્તાન કાશ્મીરમાં સરહદ પારથી આતંકવાદને પ્રાેત્સાહન આપે છે. અલકાયદા તરફથી જારી કરવામાં આવેલા સંદેશમાં જણાવવામાં આવ્યું હતું કે, કાશ્મીરને ભુલી જવાની જરૂર નથી. જવાહરીએ કહ્યું છે કે, કાશ્મીરમાં મુઝાહિદ્દીનને વતૅમન સ્થળ પર માત્ર ભારતીય સેના અને સરકાર ઉપર હુમલા કરવા પર ધ્યાન આપવું જોઇએ. આનાથી ભારતીય અર્થવ્યવસ્થા કમજોર થશે. તેને ચીજવસ્તુઆેની કમી થશે.
જવાહરીએ હાલમાં જ માર્યા ગયેલા ત્રાસવાદી ઝાકીર મુસાનાે કોઇ ઉલ્લેખ કયોૅ ન હતાે પરંતુ અન્સાર ગજવતના સ્થાપકના ફોટા સ્ક્રીન ઉપર નજરે પડâા હતા. મુસા કાશ્મીર ખીણમાં અલકાયદાની જવાબદારી સંભાળી રહ્યાાે હતાે. જવાહરીએ આ ધમકી આÃયા બાદ કાશ્મીરી યુવાનાે ઉપર તેની કોઇ અસર દેખાઈ રહી નથી. બુધવારના દિવસે 5500 જેટલા કાશ્મીરી યુવાનાે સેનામાં ભરતી થવા માટે પહાેંચ્યા હતા.

Aajkaal