X Close
X
9925128845

અયોધ્યા કેસ : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યથાવત રીતે જારી


Jangaon:

ખુબ જ સંવેદનશીલ અને ચર્ચાસ્પદ અયોધ્યા મામલામાં સુનાવણી આજે પણ યથાવત રીતે જારી રહી હતી. ત્રણ દિવસની રજા બાદ સુનાવણી શરૂ થઇ હતી. આજે રામલલા વિરાજમાનના વકીલ તરફથી તર્કદાર દલીલો કરવામાં આવી હતી. તેમના તરફથી વિવાદાસ્પદ 2.77 એકર જમીન પર પાેતાનાે દાવો દશાૅવવામાં આવ્યો છે. સમગ્ર મામલામાં ચીફ જસ્ટીસ રંજન ગાેગાેઇના નેતૃત્વમાં પાંચ સભ્યોની બંધારણીય બેંચ દ્વારા સુનાવણી કરવામાં આવી રહી છે.બંધારણીય બેંચમાં કરવામાં આવી રહેલી સુનાવણી પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. અયોધ્યા કેસમાં દરરોજના આધાર પર સુનાવણી કરવામાં આવી રહી છે. પહેલા સપ્તાહમાં ત્રણ દિવસ સુનાવણી કરવાની વાત કરવામાં આવી હતી. હવે જુની પરંપરાને તાેડીને સપ્તાહમાં પાંચ દિવસ સુનાવણી કરવાનાે નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી સુનાવણીમાં જુદા જુદા પક્ષો તરફથી તર્કદાર દલીલો કરવામાં આવી રહી છે. આજે રામલલા માટે દલીલો કરનાર વકીલની દલીલો પૂર્ણ થઇ ગઇ છે. હજુ સુધી અનેક જોરદાર રજૂઆત કરવામાં આવી ચુકી છે. અયોધ્યા કેસ વષોૅથી સુપ્રીમ કોર્ટમાં પેિંન્ડગ રહેલો છે. કારણ કે દલીલો અને વળતી દલીલો જારી રહી છે. રામલલ્લા માટે દલીલ રજૂ કરનાર પરાશરનની દલીલો પૂર્ણ કરી દેવામાં આવી હતી. પરાશરનની દલીલો બાદ રામલલ્લા માટે વરિષ્ઠ વકીલ વૈãનાથન દ્વારા દલીલો કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, 12મી ડિસેમ્બર 1949ના દિવસથી એટલે કે જ્યારથી વિવાદાસ્પદ જગ્યા ઉપરમૂર્તિઓ મુકવામાં આવી છે ત્યાં કોઇ નમાઝ અદા થઇ નથી અથવા તાે મુÂસ્લમ પક્ષકારોની તે જમીન ઉપર કોઇપણ કબજો હોવાની વાત રહી નથી. વૈãનાથને કહ્યું હતું કે, 1949માં મૂર્તિ મુકવામાં આવી તે પહેલા પણ આ સ્થાન હિન્દુઆે માટે પુજનીય રહ્યું હતું. હિન્દુ લોકો દર્શન કરવા માટે આવતા હતા. માત્ર મૂર્તિની જરૂર નથી. કોઇ સ્થળના પૂજનીય થવા માટે અન્ય બાબતાેને પણ દાખલાતરીકે લઇ શકાય છે જેમાં ગંગા અને ગાેવર્ધન પર્વતનાે દાખલો સાૈથી ઉપર છે. હજુ સુધીની સુનાવણીમાં મુસ્લિમ પક્ષકાર રાજીવ ધવન તરફથી મામલાની પાંચ દિવસ સુનાવણીનાે વિરોધ કરવામાં આવ્યો છે. તેઆેએ આ સુનાવણીને અમાનવીય ગણાવીને કહ્યું છે કે, તેમને તૈયારીની તક આપવામાં આવી નથી. તેઆેએ કહ્યું છે કે, આવી સ્થિતિમાં તેમને કેસ છોડી દેવાની ફરજ પડી શકે છે. આ પહેલાની સુનાવણી દરમિયાન રામલલ્લા વિરાજમાનના વકીલને શ્રેણીબદ્ધ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. રામના કોઇ વંશજ ઉપસ્થિત છે કે કેમ તેવા પ્રન કરવામાં આવ્યા હતા. રામલલ્લા વિરાજમાનના વકીલ વૈãનાથનની દલીલો દરમિયાન સુન્ની વક્ફ બાેર્ડ તરફથી વકીલ રાજીવ ધવન તરફથી ટિપ્પણી કરવામાં આવ્યા બાદ મુખ્ય ન્યાયમૂ##352;ત દ્વારા નારાજગી વ્યક્ત કરાઈ હતી.

Aajkaal