X Close
X
9925128845

અમેરિકાના ગ્રીનકાર્ડ અંગેની મર્યાદા દૂર કરતો ખરડો અંતે પસાર થયો


Jangaon:

અમેરિકી સંસદે ગ્રીનકાર્ડ આપવાની દેશવાર સાત ટકા મર્યાદા હટાવવાના આશયવાળો એક ખરડો પસાર કરતાં ગ્રીનકાર્ડની વર્ષેાથવી વાટ જોતા હજારોભ રતીયોને લાભ થશે. ગ્રીનકાર્ડ કાયદેસર રહેતા વિદેશીઓને કાયમી નિવાસ અને કામ કરવા અનુમતી આપે છે.
અમેરિકી પ્રતિનિધિ સામે પસાર કરેલો ખરડો કાયદો બનશે એ પછી ભારત જેવા દેશોમાંથી આવેલા પ્રતિભા સંપન્ન વ્યાપારીઓને અમેરિકામાં કાયમી કામ અને નિવાસની પરમિટની વાટ જોવાનો સમય ઘટાડશે.
ફેરનેસ ઓફ હાઈ સ્કિલ્ડ ઈમિગ્રન્ટસ એકટ, ૨૦૧૯ અથવા એચઆર ૧૦૪૪ નામનો આ ખરડો ૪૩૫ સભ્યોના ગૃહમાં ૬૫ વિરૂધ્ધ ૩૬૫ મતે પસાર થયો હતો.
હાલની વ્યવસ્થામાં એક વર્ષમાં અમેરિકા દ્રારા પરિવાર આધારિત પ્રવાસી વિઝા આપવાની સંખ્યા દેશ અનુસાર નિર્ધારિત કરવામાં આવી છે. પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ કોઈપણ દેશને આવા વિઝા (પાનકાર્ડ) સાત ટકા સુધી જ આપવામાં આવે છે. હવે આ મર્યાદા ૭થી વધારી ૧૫ ટકા કરાઈ છે.
બિલની જોગવાઈ મુજબ બિન અનામત વિઝાના ૮૫ ટકાથી વધુ કોઈ એક દેશના ઈમિગ્રેન્ટસે અપાશે નહીં.
એવી જ રીતે દરેક દેશને રોજગાર આધારિત પ્રવાસી વિઝા (ઈમિગ્રન્ટ વિઝા) પરથી ૭ ટકા મર્યાદા નાબૂદ કરવામાં આવી છે. આ ખરડાને કાનૂની સ્વરૂપ આપવા અમેરિકાના પ્રમુખના હસ્તાક્ષર જરૂરી છે પણ એ પહેલાં સેનેટ ખરડાને મંજૂરી આપવી જરૂરી છે. ઉપલા ગૃહમાં રિપબ્લિક સાંસદોની સંખ્યા વધુ છે. ખરડો પસાર થયાને અમેરિકામાં રહેલા ભારતીય વ્યવસાયીઓએ આવકાર્યેા છે. જો કે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિકયુરિટીએ જણાવ્યું છે કે તે ખરડાને સમર્થન આપતું નથી

Aajkaal