X Close
X
9925128845

અખિલ ભારતીય ગુજરાતી સમાજ સમિતિની રચના


Gujarat-1920x1000

દેશભરના વિવિધ રાયોમાં વસતા ગુજરાતીઓના જીવતં સંપર્ક જાળવવા માટે બિનનિવાસી ભારતીયની તર્જ પર બિનનિવાસી ગુજરાતીપણાના અહેસાસ આપવા માટે ભારતભરના ગુજરાતી સમાજને એક છત્ર હેઠળ લાવવા માટે અખિલ ભારતીય ગુજરાતી સમાજ સંકલન સમિતિની રચનાકરવાનો નિર્ણય રાય સરકાર દ્રારા કરવામાં આવ્યો છે.

આ તમામને એક છત્ર હેઠળ લાવીને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ પ્રવૃતિઓથી વાકેફ કરવા અને વિકાસમાં જોડવા માટે આ સમિતિ કાર્યરત રહેશે જે ગુજરાતીઓના અન્ય રાયોમાં પડતી મુશ્કેલી, આપત્તિકાળમાં મદદ તેમજ ગુજરાતી સમાજને સરકાર પાસેની અપેક્ષા જેવા વિષયો પર કામ કરી શખાય. આવતા દિવસોમાં ગુજરાત બહાર વસતા ગુજરાતીઓનો એક ડેટાબેજ તૈયાર કરવાનો નિર્ણય રાય સરકાર દ્રારા કરવામાં આવ્યો છે. આ માટે સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. જેના મુખ્ય સંવર્ધક તરીકે મુખયમંત્રી વિજય રૂપાણી, અધ્યક્ષ તરીકે રાયકક્ષાના મંત્રી બિનનિવાસી ગુજરાતી પ્રભાગ, ઉપાધ્યક્ષ તરીકે અગ્ર સચિવ એનઆરઆઈ પ્રભાગ અંદાજે ૫૦ જેટલા આમંત્રિત સભ્યો વિવિધ રાયોના ગુજરાતી સમાજના પ્રમુખ અને મંત્રીનો સમાવેશ કરવામાં આવશે. આ અખિલ ભારતીય ગુજરાતી સમાજની વર્ષમાં બે વખત ગુજરાત અથવા ગુજરાતની બહાર બેઠક મળશે. જેમાં ગુજરાત સરકારના અન્ય રાયોમાં યોજાનાર કાર્યક્રમ અંગે માહિતી આપવામાં આવશે ગુજરાતમાં યોજાતા વિવિધ કાર્યક્રમો જેમકે પતંગોત્સવ, રણોત્સવ, પચં મહોત્સવ, બીરા ફેસ્ટીવલ, સાપુતારા, મોન્સુન ફેસ્ટીવલ, વાયબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર સમિટ અથવા યોજાતા ખાસ કાર્યક્રમની જાણકારી આપવામાં આવશે. ગુજરાતી સમાજના પ્રતિનિધિઓ ગુજરાતી સમાજના બ્રાન્ડ એમ્બેસેડર બનશે અન્ય રાયોમાં વસતા ગુજરાતીના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે એક નવું પ્લેટફોર્મ મળી રહેશે.

(AAJKAAL)
Aajkaal